Western Times News

Gujarati News

દિલ્હીમાંથી બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

પ્રતિકાત્મક

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી પોલીસે દિવાળીની ઉજવણી વચ્ચે આતંકી સંગઠન આઇએસના મોડયુલનો પર્દાફાશ કર્યો છે અને બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. દિલ્હીના સાદિક નગર અને ભોપાલમાં ઓપરેશન દરમિયાન આ બન્ને આરોપીઓ ઝડપાયા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ ભારતીય યુવકોમાં કટ્ટરવાદ પણ ફેલાવી રહ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બન્ને આરોપીઓ આતંકી સંગઠન આઇએસઆઇએસ સાથે સંકળાયેલા છે. અને દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા. બન્ને આરોપીઓની પાસેથી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને શંકાસ્પદ દસ્તાવેજો સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

આતંકીઓની જાળ ક્્યાં સુધી ફેલાયેલી છે તેની હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. એવા પણ અહેવાલો છે કે આ બન્ને શંકાસ્પદોની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.

એક શંકાસ્પદ આરોપીનું નામ અદનાનમ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આતંકીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં પણ હોઇ શકે છે. ઇસ્લામિક સ્ટેટ આઇએસની મદદથી પાક.ની જાસૂસી સંસ્થા આ પ્રકારનું નેટવર્ક ઓપરેટ કરતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.