Western Times News

Gujarati News

પાકિસ્તાન સરકારે સલમાન ખાનને ‘આતંકવાદી’ જાહેર કર્યાે

તાજેતરમાં જ સાઉદી અરબમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને કથિત રીતે બલૂચિસ્તાનને એક અલગ દેશ કહ્યો હતો

ભાઈજાને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાનને મરચા લાગ્યા!

મુંબઈ, બાલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈને પાકિસ્તાન સરકારે એક ચોંકવાનારો અને વિવાદિત નિર્ણય લીધો છે. તાજેતરમાં જ સાઉદી અરબમાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને કથિત રીતે બલૂચિસ્તાનને એક અલગ દેશ કહ્યો હતો અને જેના કારણે પાકિસ્તાન નારાજ થયું હતું. આ નિવેદન બાદ શહબાજ સરકારે સત્તાવર સૂચના પ્રસારિત કરીને સલમાન ખાનને પાકિસ્તાનના આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કરી દીધો છે.

સઉદી અરબમાં એક ફોરમમાં સંબોધન કરતી વખતે સલમાન ખાને કહ્યું હતું કે, “આ બલૂચિસ્તાનના લોકો છે, અફઘાનિસ્તાનના લોકો છે, પાકિસ્તાનના લોકો છે, દરેક જણ સાઉદી અરબમાં મહેનતથી કામ કરી રહ્યા છે.” આ જ નિવેદનથી પાકિસ્તાનને મરચા લાગી ગયા હતા. હકીકતમાં, લાંબા સમયથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાનથી અલગ થવા માટે આંદોલન ચાલી રહ્યું છે, જેને પાકિસ્તાની સેના અત્યાચારોથી કચડી નાખવાનો પ્રયાસ કરે છે. સલમાન ખાનના નિવેદન પરથી પણ એવું લાગતું હતું કે તે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ ગણાવી રહ્યા છે.

આવા સંજોગોમાં, પાકિસ્તાનનું ભડકવું સ્વાભાવિક હતું.પાકિસ્તાને સલમાન ખાનનું નામ ફોર્થ શેડ્યૂલમાં ઉમેરી દીધું છે. પાકિસ્તાનના આતંકવાદ વિરોધી અધિનિયમ ૧૯૯૭ હેઠળ તૈયાર કરાયેલી ફોર્થ શેડ્યૂલમાં તે લોકોને રાખવામાં આવે છે જેમના પર આતંકવાદી અથવા કટ્ટરપંથી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા હોય છે. આ સૂચિમાં સામેલ લોકોને પાકિસ્તાનની સરહદોની અંદર ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. તેમના પર મુસાફરી પ્રતિબંધો લાગે છે, તેમની સંપત્તિ જપ્ત થઈ શકે છે અને તેઓ સખત દેખરેખ હેઠળ રહે છે. આ એક ઘરેલુ કાયદાકીય જોગવાઈ છે, જેનો અર્થ છે કે તે ફક્ત પાકિસ્તાની સરહદોની અંદર જ લાગુ થાય છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.