Western Times News

Gujarati News

TCSએ રિયાધમાં ગૂગલ ક્લાઉડ જેમિની એક્સપિરિયન્સ સેન્ટર લોન્ચ કરવા માટે ગૂગલ ક્લાઉડ સાથે સહયોગ કર્યો

સમગ્ર એમઈએ પ્રદેશમાં એઆઈ ઇનોવેશનને આગળ ધપાવશે

આ એક્સપિરિયન્સ સેન્ટર રિયાધમાં ટીસીએસ પેસ સ્ટુડિયો ખાતે રહેશે જે ક્લાયન્ટ્સને તમામ ક્ષેત્રોમાં એઆઈ સંચાલિત સોલ્યુશન્સનો અનુભવ કરવાની, વિચાર કરવાની અને સાથે મળીને વિકસાવવાની તક પૂરી પાડશે

રિયાધ | મુંબઈ, આઈટી સર્વિસીઝ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝે (ટીસીએસ) (BSE: 532540, NSE: TCS) રિયાધમાં ટીસીએસ પેસ સ્ટુડિયોમાં તેના નવા ઊભા કરેલા ગૂગલ ક્લાઉડ જેમિની એક્સપિરિયન્સ સેન્ટર (જીઈસી) ખાતે ગૂગલ ક્લાઉડની સાથે સહયોગ સાધીને વિવિધ એઆઈ સંચાલિત નવીનતાઓ રજૂ કરી છે.

 આ સહયોગ સમગ્ર એમઈએ પ્રદેશમાં એઆઈની સ્વીકૃતિને ઝડપી બનાવવા માટે ગૂગલ ક્લાઉડના એડવાન્સ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લેટફોર્મ્સ સાથે AI અને GenAI માં ટીસીએસની મજબૂત ડોમેન નિપુણતાને સાથે લાવે છે.

જીઈસી એક ડાયનેમિક ઇનોવેશન હબ બની રહેશે જ્યાં ક્લાયન્ટ્સ ગૂગલ ક્લાઉડની AI અને GenAI ક્ષમતાઓનો ઉપયોગ કરીને નવીનતમ એઆઈ સોલ્યુશન્સની કલ્પના કરી શકશે અને પ્રોટોટાઇપ બનાવી શકશે. આ નવીનતાઓ રિટેલ, ફાઇનાન્સ, લોજિસ્ટિક્સ અને ટેલિકોમ જેવા ઉદ્યોગોમાં વાસ્તવિક વિશ્વના વ્યવસાય પડકારો ઉકેલાવા માટે બનાવવામાં આવ્યા છે જે ગ્રાહક અનુભવ વધારશે, ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરશે અને વધુ પ્રતિભાવલક્ષી સપ્લાય ચેઇન ઊભી કરશે.

 ગૂગલ ક્લાઉડના કિંગડમ ઓફ સાઉદી અરેબિયાના કન્ટ્રી મેનેજર બદેર અલ્માદીએ જણાવ્યું હતું કે રિયાધમાં ગૂગલ ક્લાઉડ જેમિની એક્સપિરિયન્સ સેન્ટર લોન્ચ કરવા માટે ટીસીએસ સાથે કરેલો સહયોગ સમગ્ર પ્રદેશમાં એઆઈ નવીનતાઓને વેગ આપવામાં એક મહત્વની ક્ષણ છે. આ સેન્ટર ગૂગલ ક્લાઉડના એઆઈની પૂર્ણ સંભાવનાઓનો લાભ લેવા માટે વ્યવસાયોને સશક્ત બનાવશે અને વાસ્તવિક વિશ્વના પડકારો ઉકેલવા માટે ડિજિટલ પરિવર્તનના નવા યુગને પ્રોત્સાહન આપશે.

આ સહયોગ થકી વ્યવસાયોને નીચે મુજબની એક્સેસ મળશેઃ

 ઝડપી પ્રોટોટાઇપિંગ ક્ષમતાઓ: સમર્પિત સેન્ડબોક્સિંગ એન્વાયર્મેન્ટ્સ જ્યાં સંસ્થાઓ વાસ્તવિક વિશ્વમાં સફળ વ્યવસાયિક પરિણામો માટે સાથે મળીને નવી પેઢીના સોલ્યુશન્સ બનાવવા ગૂગલના જેમિની મોડેલ્સની લેટેસ્ટ સિરીઝ અને ગૂગલ ક્લાઉડના Vertex AI અને BigQuery પ્લેટફોર્મ તથા Google Agentspace જેવા ટૂલ્સની કલ્પના કરી શકે છે, સહયોગ કરી શકે છે અને પ્રયોગો કરી શકે છે.

ગૂગલ ક્લાઉડ દ્વારા સંચાલિત એઆઈ-ઓપ્ટિમાઇઝ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્સેસ: એઆઈ મોડેલ્સ, એપ્લિકેશન્સ અને વર્કલોડ્સના ઝડપી અને સચોટ ટેસ્ટિંગ માટે GPUs અને TPUs સહિત શ્રેષ્ઠતમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્સેસ.

ઉદ્યોગ નિષ્ણાંતો સાથે સહયોગ: ટીસીએસની ગૂગલ ક્લાઉડ પ્રમાણિત એઆઈ નિષ્ણાંતો, ડેટા સાયન્ટિસ્ટ્સ અને સોલ્યુશન આર્કિટેક્ટ્સની ટીમ સાથે ગ્લોબલ ઇનસાઇટ્સ, કન્ટેક્શ્ચુઅલ નોલેજ અને બેસ્ટ પ્રેક્ટિસીસ માટે સ્કેલેબલ એઆઈ એપ્લિકેશન્સ વિકસાવી શકાશે જેથી સુરક્ષિત, સરળ અને જવાબદાર રીતે એઆઈ લાગુ કરવામાં મદદ મળી શકશે.

ટીસીએસના એમઈએના રિજનલ હેડ અને પ્રેસિડેન્ટ સુમંત રોયે જણાવ્યું હતું કે ટીસીએસ ખાતે અમે મધ્ય પૂર્વ અને આફ્રિકામાં અમારા ક્લાયન્ટ્સને અત્યાધુનિક AI અને GenAI ક્ષમતાઓ સાથે સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા રિયાધ પેસ સ્ટુડિયો ખાતે ગૂગલ ક્લાઉડ જેમિની એક્સપિરિયન્સ સેન્ટરનું લોન્ચિંગ આ ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન લાવવાની અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.

ગૂગલ ક્લાઉડની ટેકનોલોજી સાથે અમારી ગહન ઉદ્યોગ કુશળતાને જોડીને, અમે નવીન, સ્કેલેબલ એઆઈ સોલ્યુશન્સને સાથે મળીને બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જે નવું મૂલ્ય અનલોક કરે છે અને તમામ ક્ષેત્રોમાં વ્યવસાયિક પરિણામોને વેગ આપે છે.

ટીસીએસને ભૂતકાળમાં ગૂગલ ક્લાઉડ તરફથી અનેક સન્માનો પ્રાપ્ત થયા છે, જે વૈશ્વિક ક્લાયન્ટ સફળતા માટે નવીનતા અને પ્રતિભાને આગળ વધારવા માટે સંસ્થાની શ્રેષ્ઠતા અને સમર્પણને  દર્શાવે છે. ગૂગલ ક્લાઉડ નેક્સ્ટ 2025માં, ટીસીએસને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – એશિયા પેસિફિક, ડેટા અને એનાલિટિક્સ – એશિયા પેસિફિક, ટેલેન્ટ ડેવલપમેન્ટ – એશિયા પેસિફિક, ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ – ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્સ્યોરન્સ, અને ઇન્ડસ્ટ્રી સોલ્યુશન્સ – એપ્લિકેશન ડેવલપમેન્ટમાં 2025ના ઘણા ગૂગલ ક્લાઉડ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.

આ સહયોગ એમઈએ પ્રદેશમાં પસંદગીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પાર્ટનર તરીકે ટીસીએસની સ્થિતિની પુનઃપુષ્ટિ કરે છે, જ્યાં આઈટી ક્ષેત્રની આ અગ્રણી કંપની ત્રણ દાયકાથી વધુ સમયથી મજબૂત હાજરી ધરાવે છે.

એમઈએમાં નવ દેશોમાં કામગીરી સાથે, ટીસીએસ આ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, રિટેલ વેચાણ, મીડિયા, બીએફએસઆઈ અને સીપીજી સહિતના ઉદ્યોગોમાં 150થી વધુ ગ્રાહકોને સેવાઓ આપે છે. ટીસીએસને યુએઈ, સાઉદી અરેબિયા અને દક્ષિણ આફ્રિકામાં સતત આઠ વર્ષ સુધી ટોપ એમ્પ્લોયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ટોચના એમ્પ્લોયર તરીકે પણ માન્યતા આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.