Western Times News

Gujarati News

વેદાંતા રિસોર્સીસે ઋણની સિંગલ ડિજિટ કોસ્ટ હાંસલ કરી અને સરેરાશ મેચ્યોરિટીને ચાર વર્ષથી વધુ લંબાવી

  • તાજેતરમાં ઇશ્યૂ કરેલા 500 મિલિયન બોન્ડ ફંડિંગ આધારને મજબૂત બનાવે છે અને નજીકના ગાળાની મેચ્યોરિટીઝને ક્લીયર કરે છે
  • વીઆરએલ હવે આગામી ત્રણ વર્ષ માટે કોઈ નોંધપાત્ર દેવું ધરાવતી નથી
  • મુખ્ય વ્યવસાયો સતત મજબૂત કેશ ફ્લો દર્શાવી રહ્યા છે

 વેદાંતા રિસોર્સીસ લિમિટેડે બોન્ડધારકોને લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે તેના ડેટ પોર્ટફોલિયોની સરેરાશ મેચ્યોરિટી હવે ચાર વર્ષથી વધુની છે અને તેણે તેના વેઇટેડ એવરેજ ઇન્ટરેસ્ટ કોસ્ટને સિંગલ ડિજિટમાં કરી દીધી છે જે મજબૂત તથા વધુ સ્થિતિસ્થાપક મૂડી માળખું દર્શાવે છે. પબ્લિકેશને લેટરની કોપી નિહાળી છે.

 વેદાંતા રિસોર્સીસે જણાવ્યું છે કે તેણે 500 મિલિયનના બોન્ડ જારી કરવાની કામગીરી પૂરી કરી છે જેમાં તેના ડિલિવરેજિંગ રોડમેપ અનુસાર 550 મિલિયન ડોલરનો પ્રાઇવેટ ક્રેડિટ ફેસિલિટી (પીસીએફ) સહિત નજીકના ગાળાની જવાબદારીઓ ચૂકવવા માટે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીએ ઉમેર્યું હતું કે આ સાથે ગ્રુપ પાસે હવે નાણાંકીય વર્ષ 2027 સુધી કોઈ મટિરિયલ મેચ્યોરિટીઝ નથી, જે એક સારી રીતે સંતુલિત જવાબદારી માળખું સુનિશ્ચિત કરે છે. ગ્રુપ મજબૂત લિક્વિડિટી જાળવી રાખે છે, જે ઓપરેટિંગ પેટાકંપનીઓ તરફથી ડિવિડન્ડ પ્રવાહ અને સ્વસ્થ ફ્રી કેશ જનરેશન દ્વારા સમર્થિત છે.

કંપનીએ અગ્રણી વૈશ્વિક અને ભારતીય બેંકોના કન્સોર્ટિયમ સાથે 500 મિલિયન ડોલરની ટર્મ લોન ફેસિલિટીનો કરાર કર્યો છે. તે 682 મિલિયન ડોલરના ઉપાડી ન લેવાયેલા બેલેન્સ સાથે લાંબા ગાળાની લોન ફેસિલિટી જાળવી રાખે છે. ઓપરેટિંગ પેટાકંપનીઓમાંથી ડિવિડન્ડ પ્રવાહ અને સ્વસ્થ ફ્રી કેશ જનરેશન મજબૂત લિક્વિડિટીને વધુ ટેકો આપે છે, એમ વેદાંતા રિસોર્સિસે જણાવ્યું હતું.

કામગીરીની દ્રષ્ટિએ વેદાંતાના મુખ્ય વ્યવસાયો જેમ કે ઝિંક, ઓઇલ અને ગેસ, એલ્યુમિનિયમ અને પાવર મજબૂત એબિટા અને રોકડ પ્રવાહ પૂરા પાડવાનું ચાલુ રાખે છે. કંપનીએ નોંધ્યું હતું કે વૈશ્વિક વેપારમાં વિક્ષેપો છતાં કોમોડિટીના ભાવ સ્થિતિસ્થાપક રહ્યા છે, જે નફાકારકતાને ટેકો આપે છે. વેદાંતા રિસોર્સિસે જણાવ્યું હતું કે વેદાંતા લિમિટેડનું વિવિધ પાંચ સ્વતંત્ર ક્ષેત્રો મુજબની કંપનીઓમાં વિભાજન યોજના મુજબ આગળ વધી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય મૂલ્યને અનલોક કરવા, પારદર્શકતા વધારવા અને વધુ તીવ્ર મૂડી ફાળવણીને સક્ષમ બનાવવાનો છે.

કંપનીએ નાણાંકીય શિસ્ત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તે તમામ ઋણની જવાબદારીઓ પૂરી કરવાનું ચાલુ રાખશે અને આંતરિક સંચય, વ્યૂહાત્મક રિફાઇનાન્સિંગ અને કેપિટલ ઓપ્ટિમાઇઝેશન દ્વારા તેના ડિલિવરેજિંગ માર્ગને જાળવી રાખશે. વેદાંતાએ પત્રમાં જણાવ્યું હતું કે તમારા સતત વિશ્વાસ અને સમર્થન આ પરિણામોને સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ  સાથે કંપનીએ શિસ્તબદ્ધ કેપિટલ મેનેજમેન્ટ અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પરના તે ધ્યાન આપી રહી હોવા પર ભાર મૂક્યો હતો.

વેદાંતા રિસોર્સિસે નાણાંકીય વર્ષ 2022થી તેના દેવામાં 4 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો કર્યો છે, જેમાં કુલ દેવું નાણાંકીય વર્ષ 2022માં 9.1 બિલિયન ડોલરથી ઘટીને જૂન 2025 સુધીમાં 4.8 બિલિયન ડોલર થયું છે. કંપનીએ તેના દેવાને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેણે એક મજબૂત મૂડી માળખું બનાવવામાં મદદ કરી છે, જેનાથી તેને સમગ્ર ગ્રુપમાં મૂડી બજારોમાં મજબૂત એક્સેસ અને લાંબા ગાળાના ઇશ્યુઅન્સમાં મદદ મળી છે. આના ભાગ રૂપે તેણે બોન્ડ્સ અને બેંક લોનના મિશ્રણ દ્વારા તેની ક્રેડિટ પ્રોફાઇલને ડાયવર્સિફાઇ કરી છે અને તેના મૂડી માળખામાં નવી બેંકો ઉમેરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.