ગુજરાતના ૧૫૨ તાલુકામાં માવઠું, મહુવામાં ૭.૬૮ ઇંચ વરસાદ
File Photo
રાજુલામાં ૫૦ લોકોનો બચાવ, સર્વત્ર પાણી જ પાણી
(એજન્સી)અમદાવાદ, રાજ્યના હવામાન વિભાગ દ્વારા દિવાળી બાદ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી, ગઇકાલથી જ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદનો આરંભ થઈ ગયો હતો.
જો કે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન રાજ્યના ૧૫૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો અને જાણે અષાઢ મહિનો હોય તેમ ભાવનગર જિલ્લાના મહુવામાં ૭.૬૮ ઇંચ વરસાદ નોંધાયો હતો.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે ૬ વાગ્યા સુધીમાં ૧૫૨ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં ૭.૬૮ ઇંચ નોંધાયો હતો. જ્યારે સિહોરમાં ૫.૦૪ ઇંચ, સોનગઢમાં ૩.૯૪ ઇંચ, જાફરાબાદમાં ૩.૭૪ ઇંચ, ઉના અને ઉમરપાડામાં ૩.૬૬ ઈચ, સુત્રાપાડામાં ૩.૧૧ ઇંચ, રાજુલામાં ૩.૦૩ ઇંચ, પાલિતાણામાં ૨.૯૯ ઇંચ, ડેડીયાપાડામાં ૨.૯૧ ઇંચ, ભાવનગરમાં ૨.૮૩ ઇંચ અને જેસરમાં ૨.૬૪ ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે તે સિવાયના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી ત્રણ કલાક મત ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે,
જ્યારે અમદાવાદ જૂનાગઢ, સુરત, વલસાડ, વડોદરા સહિત કુલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં અમરેલીના રાજુલામાં પડેલા ૬ ઇંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી,
જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. આ પૂરના પાણી વચ્ચે કુલ બે મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેમને હાસ્પિટલ લઈ જવું અઘરું પડ્યું હતું. કોઈ વાહન ન મળતાં એક મહિલાને જીસીબીનો સહારો લઈ હાસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે અન્ય મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સિવાય ૫૦ જેટલા ખેત મજૂરો ફસાયાના પણ સમાચાર સામે આવ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા ચાંચબંદર ગામની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. ગામ વિક્ટર દરિયાઈ ખાડીની નજીક હોવાથી, મહિલાને બોટ મારફતે દરિયાઈ માર્ગે ખાડી પાર કરાવી સામા કાંઠે લાવવામાં આવ્યા હતા. સામા કાંઠે ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તૈયાર હતી, જેમણે સમયસૂચકતા વાપરીને મહિલાને તરત જ એમ્બ્યુલન્સમાં લીધા અને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટનામાં દરિયાઈ માર્ગની અડચણ હોવા છતાં, બોટ અને ૧૦૮ ટીમની સંયુક્ત કામગીરીથી મહિલાને સમયસર મદદ મળી હતી.
બીજી તરફ ગઈકાલ રવિવારની રાત્રે રાજૂલા વિસ્તારમાં અનરાધાર વરસાદને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં સગર્ભા મહિલાની ડિલિવરીનો કિસ્સો સામે આવ્યો છે. સમઢીયાળા બંધારામાં પાણી આવવાને કારણે રાજુલાના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ચાંચબંદર જતો માર્ગ બંધ થઈ ગયો હતો,
જેના કારણે ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ. જોકે, સ્થાનિક લોકોએ તત્પરતા દાખવીને ત્નઝ્રમ્ની મદદથી મહિલાને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે પહોંચાડી. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે મહિલાને રાજુલા હોસ્પિટલ પહોંચાડી, જ્યાં મહામહેનતે મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી હતી. આ ઘટનામાં કુદરતી આફત વચ્ચે પણ માનવતા અને સમયસૂચકતાના કારણે માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકાયો હતો.
અમરેલીના રાજુલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રામપરા અને ન્શ્્ કંપની વચ્ચેના કોઝવે પર પાણીનો પ્રવાહ ખતરનાક રીતે વધી ગયો હતો. આ પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી એક ગાડી તણાઈ હતી. ગાડી પાણીના તેજ પ્રવાહમાં ખેંચાઈ ગઈ, પરંતુ સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો. સ્થાનિક લોકો અને બચાવ ટીમે મહામહેનત કરીને દોરડાની મદદથી મૃત્યુ સામે ઝઝૂમી રહેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે પૂરના પ્રવાહમાંથી બહાર કાઢ્યો હતો.
