‘મોન્થા’ વાવાઝોડાની દહેશતઃ આંધ્રથી તમિલનાડુ સુધી રેડ એલર્ટ
પીએમ મોદીએ સીએમ નાયડુ સાથે કરી વાત
(એજન્સી)નવી દિલ્હી, બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત ‘મોન્થા’એ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ચક્રવાતી વાવાઝોડું (હાલની ગતિ ૯૦-૧૦૦ ાદ્બpર) આગામી ૨૪ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે, જે ૨૮ આૅક્ટોબરની સાંજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. તેની અસરથી ચેન્નાઈમાં હળવા ઝાપટાં શરુ થઈ ગયા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે.
મોન્થા ચક્રવાતી તોફાનને કારણે આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ૨૭થી ૩૦ આૅક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતની તીવ્રતા વધવાની સંભાવનાને કારણે ભારતીય સેના હાઇ ઍલર્ટ પર છે.
મોન્થા વાવાઝોડાંને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે ફોન પર વાત કરી અને વાવાઝોડાં વિશે પૂછપરછ કરી હતી. માહિતી ટેકનોલોજી મંત્રી નારા લોકેશને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંકલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
તમિલનાડુના ૪ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ -ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બનેલા મોન્થા વોવાઝોડાંના કારણે તમિલનાડુના ચાર ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લા ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને રાનીપેટ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવાની અને ઘરમાં રહેવાની જરૂર છે.
ભારતીય હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે છેલ્લા છ કલાકમાં વાવાઝોડું ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. સોમવારે સવારે, હવામાન નિષ્ણાતોએ આગાહી કરી હતી કે આગામી ૧૨ કલાકમાં વાવાઝોડું દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ વળશે. ૨૮ ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે. ત્યારબાદ ૨૮ ઓક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
૨૮-૨૯ આૅક્ટોબરના રોજ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હોવાથી ૈંસ્ડ્ઢએ રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે, તેથી માછીમારોને ૨૯ આૅક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. આંધ્રના ૯ જિલ્લામાં રેડ ઍલર્ટ છે, જ્યારે તમિલનાડુ અને ઓડિશાના બાકીના વિસ્તારોમાં આૅરેન્જ ઍલર્ટ લાગુ કરાયું છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.
રાજ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. આંધ્ર પ્રદેશમાં કાકીનાડા અને કોનાસિમાના ૩૪ ગામોમાંથી ૬૦૦૦થી વધુ લોકોને (જેમાં ૪૨૮ ગર્ભવતી મહિલાઓ સહિત) સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે અને વેસ્ટ ગોદાવરીમાં ૨૭-૨૮ આૅક્ટોબરના રોજ શાળાઓ બંધ રહેશે.
ઓડિશાના મલકાનગિરિ, કોરાપુટ સહિત ૮ દક્ષિણી જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરાયા છે અને ત્યાં વાવાઝોડા આશ્રયસ્થાનો બનાવાયા છે. SDRF અને NDRF ટીમો તૈનાત છે, વિભાગના લોકોની રજાઓ રદ થઈ છે અને જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
બંગાળની ખાડી ઉપર બનેલું હવાનું હળવું દબાણનું ક્ષેત્ર મજબૂત બન્યું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ૈંસ્ડ્ઢ અનુસાર, આ ચક્રવાતી તોફાન ૨૮ આૅક્ટોબરની સવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે ૨૮ આૅક્ટોબરની રાત્રે ૧૦૦ કિમી/કલાકની ઝડપે પવન સાથે આ ગંભીર ચક્રવાત આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.
