Western Times News

Gujarati News

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને કરોડોની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી જજ

નકલી જજનો મામલોઃ મેટ્રો કોર્ટમાંથી ત્રણ કેસ સેશન્સ કોર્ટમાં કમિટ કરાયા

અમદાવાદ, ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સહિતના આરોપીઓ સામે નવા કાયદા બીએનએસની કલમો હેઠળ ગુના નોંધાયેલા હોવાથી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ત્રણ કેસો સેશન્સ કોર્ટમાં કમિટિ કર્યા છે. હવે નકલી આર્બિટ્રેટર જજ સહિત સામેના કેસો સેશન્સ કોર્ટમાં ચાલશે.

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને પાલડી વિસ્તારની અબજો રૂપિયિાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિસ્ટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની કારંજ પોલીસે એક પછી એક એમ ત્રણ ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. આ પછી કારંજ પોલીસે તપાસ કરીને પુરાવા એકઠા કરીને નકલી આર્બિસ્ટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કોર્ટમાં ત્રણ અલગ અલગ કેસોમાં ચાર્જશીટ દાખલ કર્યા હતા

જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપી મોરિસ ક્રિશ્ચિયન સહિતના લોકોએ પાલડી સહિતની એએમસીની માલિકીની કરોડોની કિંમતી જમીનો હોવા છતાં ફ્રોડ એવોર્ડ હુકમના આધારે દરખાસ્તની ખાનગી માલિકીની જમીન ઠેરવવા ફ્રોડ એવોર્ડ હુકમ ઊભો કર્યો હતો.

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ શાહવાડીમાં આવેલ આશરે રૂ.ર૦૦ કરોડથી વધુની જમીનમાં ગેરકાયદે એએમસીની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચીને ફ્રોડ એવોર્ડ ઊભો કરવામાં આવ્યો હતો. આ ફ્રોડ એવોર્ડ હુકમ બનાવવા માટે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનને આર્બિટ્રેટર-તરીકે નિમવામાં આવેલ ન હોવા છતાં પોતે આર્બિસ્ટ્રેટ જજ તરીકે એક તરફી અને કાયદાના પ્રબંધો વગર ખોટી ટ્રિબ્યુનલ એક પ્રકારની કોર્ટ બનાવી હતી.

આરોપીએ ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઊભું કરી સ્ટાફ, વકીલો ઊભા કરી, જજની જેમ વર્તી જાતે જ કલેઈમ સ્ટેટમેન્ટ અરજી દાવો તૈયાર કરી પોતાની પાસે રજૂ કરાવ્યો હતો.

દરખાસ્તમાં દર્શાવેલી જમીન વર્ષો પહેલાંથી એએમસીની માલિકીની કિંમતી જમીન હોવા છતાં ફ્રોડ એવોર્ડ હુકમના આધારે દરખાસ્તની ખાનગી માલિકીની જમીન ઠેરવવા ફ્રોડ એવોર્ડ હુકમ ઊભો કર્યો હતો. હવે ત્રણ કેસ મેટ્રોકોર્ટમાંથી સેશન્સ કોર્ટમાં કમિટ કરવામાં આવ્યા છે જેથી આગામી દિવસોમાં આરોપી સામે ચાર્જફ્રેમ કરવામાં આવશે ત્યારબાદ કેસ શરૂ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.