રશિયાએ અમેરિકા સાથેનો પ્લૂટોનિયમ કરાર રદ કર્યાે
આ ડીલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો
આ નિર્ણયની સાથે જ રશિયાએ એક નવી પરમાણુ શક્તિ સંચાલિત ક્‰ઝ મિસાઈલ ‘બુરેવેસ્ટનિક’નું સફળ પરીક્ષણ પણ કર્યું
નવી દિલ્હી,રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે થયેલો પ્લુટોનિયમ નિકાલ કરાર રદ કરી દીધો છે. તેમણે આ કરારને ઔપચારિક રીતે સમાપ્ત કરનારા કાયદા પર સહી કરી દીધી. આ ડીલનો મુખ્ય હેતુ બંને દેશોને વધુ પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો. પુતિનનું આ પગલું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે લીધું છે.પ્લુટોનિયમ કરાર હેઠળ, અમેરિકા અને રશિયા બંને દેશો લશ્કરી ઉપયોગ માટે બિનજરૂરી એવા ૩૪ ટન હથિયાર-ગ્રેડ પ્લુટોનિયમને નષ્ટ કરવા માટે બંધાયેલા હતા. આ સમજૂતી સપ્ટેમ્બર ૨૦૦૦માં થઈ હતી અને ૨૦૧૦માં તેમાં સુધારો કરાયો હતો. તેનો હેતુ કોલ્ડ વોરના સમયના પરમાણુ શસ્ત્રોના જથ્થાને ઘટાડવાનો હતો.
અમેરિકન અધિકારીઓ અનુસાર, આ કરારથી લગભગ ૧૭,૦૦૦ પરમાણુ હથિયારો બનાવવા માટેની સામગ્રીનો નિકાલ થઈ શક્યો હોત.રશિયાએ અગાઉ જ આૅક્ટોબર ૨૦૧૬માં આ કરારને સ્થગિત કરી દીધો હતો. ત્યારે રશિયાએ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને નાટોની પૂર્વીય સીમા પર વધતી ગતિવિધિઓને ‘શત્›તાપૂર્ણ કાર્યવાહી’ ગણાવી હતી.આ નિર્ણયની સાથે જ રશિયાએ એક નવી પરમાણુ શક્તિ સંચાલિત ક્‰ઝ મિસાઈલ ‘બુરેવેસ્ટનિક’નું સફળ પરીક્ષણ પણ કર્યું. રાષ્ટ્રપતિ પુતિને દાવો કર્યાે કે આ મિસાઈલ દુનિયામાં સૌથી અનોખી છે અને તેની ઉડાન ક્ષમતા (ફ્લાઇટ રેન્જ) લગભગ અનંત છે.
આ મિસાઈલ ૧૫ કલાક સુધી હવામાં રહીને લગભગ ૧૪,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી શકે છે.આ ઘટનાક્રમને કારણે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં ધીમી પ્રગતિ પર નારાજગી વ્યક્ત કરી છે. તાજેતરમાં જ અમેરિકાએ રશિયાની ૨ મુખ્ય તેલ કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે, જેને યુદ્ધ સમાપ્ત કરવા માટે ‘યોગ્ય અને આવશ્યક પગલાં’ ગણાવાયા છે. આ વિશે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું, ‘પ્રમુખ ટ્રમ્પે હંમેશા કહ્યું છે કે જ્યારે તેમને યોગ્ય લાગશે ત્યારે તેઓ રશિયા પર પ્રતિબંધો લગાવશે અને ગઈકાલનો દિવસ તે જ હતો.’ss1
