ઓપરેશન સિંદૂરને એક કેસ સ્ટડી તરીકે જોવું જોઈએ : રક્ષા મંત્રી
રક્ષા મંત્રીના મતે સરહદ પર સતર્કતા જરૂરી
કેસ સ્ટડી થી આપણે શીખી શકિએ અને આપણું ભવિષ્ય નક્કી કરી શકીએ
ભારતે યુદ્ધની સ્થિતિ માટે સતત એલર્ટ રહેવું પડશેઃ રાજનાથ સિંહ
અમદાવાદ,ચાલુ વર્ષે મે મહિનામાં ભારતે ઓપરેશન સિંદૂરના નામે આતંકવાદ વિરુદ્ધ મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં ભારતે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં રહેલા અનેક આતંકવાદી ઠેકાણાને ફૂંકી માર્યા હતા. તદ્દઉપરાંત ભરાતે ૧૦૦થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. સોમવારે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતે યુદ્ધ જેવી સ્થિતિ માટે કાયમ તૈયાર રહેવું જોઈએ.
રક્ષા મંત્રીના મતે મેમાં પાકિસ્તાન સાથે ચાર દિવસ ચાલુ રહેલા લશ્કરી સંઘર્ષ બાદ એ પુરવાર થઈ ગયું છે કે, સરહદ પર ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે.
એક કાર્યક્રમને સંબોધતા રક્ષા મંત્રીએ જણાવ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભલે આપ્યો હોય પરંતુ આપણે આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ભવિષ્યની રણનીતિ ઘડવા અને એક કેસ સ્ટડી તરીકે જોવી જોઈએ. ભારતે દૃઢ સંકલ્પ સાથે આકરો જવાબ આપ્યો હતો અને આપણા દેશનું લશ્કર સરહદો પર સંપૂર્ણ તૈયાર છે. જો કે વિશ્વમાં અત્યારે અનિશ્ચિતતા વધી ગઈ છે. આપણે સતત આત્મચિંતન કરતા રહેવું જોઈએ.ઓપરેશન સિંદૂરને એક કેસ સ્ટડી તરીકે જોવું જોઈએ.
તેનાથી આપણે શીખી શકિએ અને આપણું ભવિષ્ય નક્કી કરી શકીએ. ભારતે યુદ્ધ જેવી સ્થિતિ માટે સતત સજ્જ રહેવું પડશે. આપણી તૈયારીઓ આપણાં મૂળ પર આધારિત હોવી જોઈએ. ભારતનું સંરક્ષણ ક્ષેત્ર અને વોરફેર આજે જે પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે તેનો ઉકેલ સ્વદેશી ઉપકરણો છે. સમગ્ર દુનિયા આજે અનેક સ્તરે બદલાવમાંથી પસાર થઈ રહી છે. યુક્રેન હોય કે મધ્યપૂર્વ કે પછી આળિકા, અનેક ક્ષેત્રોમાં ઘર્ષણની સ્થિતિ છે. ભારત તેની સુરક્ષા અને રણનીતિને નવેસરથી પરિભાષિત કરે તે જરૂરી જણાય છે તેમ રક્ષા મંત્રીએ જણાવ્યું હતું.ss1
