ફિલ્મ સ્ટાર બનવા માટે ટીવી પર દિવસ દીઠ ૨૫૦૦૦નું કામ છોડ્યું
લક્ષ્યએ એક્સન થ્રિલર ફિલ્મ કિલથી ડેબ્યુ કર્યું, જે ૪૦ કરોડના બજેટ સાથે બની હતી અને ૪૭.૨૫ કરોડ કમાઈ હતી
લક્ષ્યની ‘દોસ્તાના ૨’ અને ‘બેધડક’ પડતી મૂકાતાં અવાચક બની ગયો
મુંબઈ,લક્ષ્ય લાલવાણી ટીવીથી પોતાની કૅરિઅરની શરૂઆત કરી હતી અને ખાસ તો ‘પોરસ’ શોથી તે જાણીતો થયો હતો. આ શો પૂરો થઈ જતાં તેણે ફિલ્મ માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. કેટલાંક પ્રયત્નો બાદ તેણે કરણ જોહર સાથે ત્રણ ફિલ્મની ડીલ સાઇન કરી હતી. છતાં તેની સફર સરળ રહી નથી કારણ કે એ ત્રણમાંથી તેની બે ફિલ્મ પડતી મુકાઈ છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં લક્ષ્યએ કબૂલાત કરી છે કે તેણે આ તબક્કાનો કઈ રીતે સામનો કર્યાે.પડતી મુકાયેલી ફિલ્મ વિશે વાત કરતી લક્ષ્યએ કહ્યું કે તેણે પોતાની જાતને કહેવું પડતું કે તેનો આમાં કોઈ વાંક નથી. તેણે મહેનત કરી અને અન્ય સ્કિલ્સ પર કામ કર્યું.
લક્ષ્ય જણાવે છે, “મગજ અટકી ગયું હતું, હું અવાક થઈ ગયો હતો. મેં જે થાય એ થવા દીધું. સદનસીબે, મને ક્યારેય મારી જાત પર શંકા નહોતી. પરંતુ મને ખરેખર લાગતું હતું કે મારા માટે કશું જ બન્યું નથી. હું પહેલાં તો એક્ટર બનવા પણ માગતો નહોતો. હું બસ સંજોગોવસાત બની ગયો. મને બસ મહેનત કરતા આવડતી હતી. તો એ કેમ બંધ કરવાની? એનાથી જ હું ઘડાયો, તો હું કોને દોષ આપું? ભગવાન કે કરણ જોહર? હું કોઇને દોષ આપી શકું નહીં. ફિલ્મ પડતી મુકાઈ બસ. કોઈ કારણસર મને મારામાં વિશ્વાસ હતો કે બધું થવા પાછળ કોઈ કારણ હોય છે. ક દિવસ મારો પણ વારો આવશે. પેન્ડેમિક દરમિયાન પણ એકેય દિવસ એવો નહોતો, જ્યારે મેં મહેનત કરવાની બંધ કરી હોય.”
જ્યારે ટીવીનું કામ છોડવા પર લક્ષ્યએ જણાવ્યું, “પોરસ પુરી થઈ પછી, મને બીજા એક ટીવી શોની ઓફર હતી, જેમાં મને દિવસ દીઠ ૨૦થી ૨૫૦૦૦ની ફી મળી શકે તેમ હતી. મારા પિતાએ કહ્યું, “આ તો ઘણા પૈસા છે, મેં મારી આખી જિંદગીમાં આટલા પૈસા જોયા નથી. આ કામ લઈ લે.” પણ મારામાં એક જિદદ હતી. હું ફિલ્મ સ્ટાર કેમ ન બનું? મારામાં શું ખુટે છે? આ કરે છે, પેલો કરે છે, તો હું કેમ નહીં?”લક્ષ્યએ એક્સન થ્રિલર ફિલ્મ કિલથી ડેબ્યુ કર્યું, જે ૪૦ કરોડના બજેટ સાથે બની હતી અને ૪૭.૨૫ કરોડ કમાઈ હતી. ત્યાર પછી તે આર્યન ખાનની બેડ્ઝ ઓફ બોલિવૂડમાં જોવા મળ્યો અને હવે તે ચાંદ મેરા દિલમાં જોવા મળશે. તેમાં તેની સાથે અનન્યા પાંડે છે, આ ફિલ્મ ક્રિસમસ ૨૦૨૫ પર રિલીઝ થશે.ss1
