હું યુવાન દેખાઉં છું પણ હું રોલ માટે રાશા સાથે સ્પર્ધા ન કરી શકું : રવીના
તમે ઇચ્છો ત્યારે જીવનની શરૂઆત કરી શકો છો ઃ રવીના ટંડન
હું કોઈને દોષ નથી આપતી, પણ હું મારા બાળકોના બર્થડે સેલિબ્રેશન અમારા જેવા જ સાદા રાખવાનો આગ્રહ રાખું છું
મુંબઈ,રવીના ટંડન રવિવારે ૫૩ વર્ષની થઈ ગઈ છે. તેને જ્યારે કોઈ કહે કે તે તેની દિકરી રાશાની મા કરતા તેની મોટી બહેન વધુ લાગે છે. ત્યારે રવીના જવાબ આપે છે કે, “તમે બધા તો આવું કહેશો. પણ માણસે વાસ્તવવાદી રહેવું જોઈએ. આજે રાશા પણ એક એક્ટ્રેસ બની ગઈ છે અને તે આજની પેઢી છે. હું સહમત છું કે હું યુવાન દેખાઉં છું પણ હું રોલ માટે રાશા સાથે સ્પર્ધા ન કરી શકું. કરી શકું ?” તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રવીનાએ કહ્યું કે સુંદર દેખાવું એ કોઈ ભપકો નથી – એ તમારી જાતની જાળવણીનું પરિણામ અને તમારી તંદુરસ્તીનાં સમતોલનનું પરિણામ છે.
રવીનાએ કહ્યું,“તંજુરસ્ત જીવન આખરે તમારા ચહેરા પર દેખાય છે. તમે જે ખાઓ છો અને જેવું ઉઁઘો છો એવા જ દેખાઓ છો. તમારા શરીરમાં તમે જે પણ નાખો છો એ બધું જ તમારી ત્વચા પર દેખાય છે. એ બધાનું મિશ્રણ છે. તમે દિલથી કેવા છો, તમારો આત્મા કેવો છે, એ ચહેરા પર દેખાય છે. તમે જે વ્યક્તિ બનો છો, તેમાં આ બધું જ દેખાય છે. મારા માટે એક સર્વાંગી જીવન જીવવું મહત્વનું છે – તમારું ભોજન, તમારું વર્તન, તમારી કરુણા – બધું જ ચહેરા પર દેખાશે.”રવીના ઉમર કે સમયના બંધનોથી ઓળખાવામાં માનતી નથી. તેણે કહ્યું, “તમે જ્યારે ઇચ્છો ત્યારે જીવનની શરૂઆત કરી શકો છો – ૪૦એ પહોંચીને. ૫૦ કે પછી ૭૦ની ઉમરે પહોંચીને. તમે કેવા દેખાઓ કે કેવી રીતે જીવો છો, તેમાં ઉમરને કોઈ લેવા-દેવા નથી.
હું હંમેશાથી જેવી છું એવી જ રહી છું. મારી લાગણીઓ, મારા સંબંધોમાં અને હું જેવી છું એ પહેલાં હતી એવું જ છે. તમા જેવું નક્કી કરો કે હવે હું જીવવાનું શરૂ કરીશ અને એ ક્ષણથી જ તમે જીવવાનું શરૂ કરી શકો છો. અમે જ્યારે ૮૦-૯૦ના દાયકામાં મોટા થઈ રહ્યાં હતાં ત્યારે સમય ઘણો સરળ હતો. હવે વાલી તરીકે આપણે આપણા બાળકને બધું જ આપવા માગીએ છીએ. હું કોઈને દોષ નથી આપતી, પણ હું મારા બાળકોના બર્થડે સેલિબ્રેશન અમારા જેવા જ સાદા રાખવાનો આગ્રહ રાખું છું. પણ હવે એ મોટા થઈ ગયા છે અને બધું એમની રીતે કરે છે. તેથી હવે હું એમાં નથી પડતી.”ss1
