રશ્મિકા ઇન્ડસ્ટ્રીમાં એક માત્ર એવી એક્ટ્રેસ જે કામના નિશ્ચિત કલાકોની ડિમાન્ડ નથી કરતી
રશ્મિકા પ્રોડ્યુસર્સની ગમતી એક્ટ્રેસ બની
જ્યારથી દીપિકા પાદુકોણને સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’માંથી દૂર કરાઈ ત્યારથી તે સતત ચર્ચામાં રહી છે
મુંબઈ,જ્યારથી દીપિકા પાદુકોણને સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’માંથી દૂર કરાઈ ત્યારથી તે સતત ચર્ચામાં રહી છે, તેના પછી તેણે નાગ અશ્વિનની ‘કલકી ૨૮૯૮ એડી’ છોડતાં જાણે ઇન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આ ચર્ચા અને વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે ફિલ્મ ક્‰ અને કલાકારો સારા અને યોગ્ય કામના કલાકોના હકદાર છે. ત્યારે રશ્મિકા મંદાનાના કિસ્સામાં આથી ઉલટું થયું છે, તે આ પ્રકારની શરતોને લઇને પ્રોડ્યુસરની મનપસંદ એક્ટર છે. તાજેતરમાં રશ્મિકાની આવનારી તેલુગુ ફિલ્મ ‘ધ ગર્લળેન્ડ’ના પ્રોડ્યુસર એસકેએને એવી એકમાત્ર એક્ટ્રેસ ગણાવી હતી, જે આવા કોઈ પણ નિયંત્રણો વિના કામ કરે છે.તેમણે રશ્મિકાના નક્કી કામના કલાકોની માગણી ન કરવા બદલ વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું, “હાલ જ્યારે વ્યક્તિએ કેટલા કલાક કામ કરવું તેના પર ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં એક માત્ર એવી એક્ટ્રેસ છે, જે કામમાં ગમે તેટલાં કલાક થાય તો પણ કામ કરવા તૈયાર છે.”તેમણે આગળ જણાવ્યું કે, “તેને કામને પ્રેમ તરીકે જુએ છે, કલાકોની દૃષ્ટિએ નહીં. એ સમયસર કામ કરવામાં માને છે પણ તે કોઈ ચોક્કસ નિયંત્રણો સાથે કામ કરતી નથી. એટલે જ રશ્મિકા બધાને પોતાના પરિવારનો ભાગ લાગે છે.” આ સાંભળીને રશ્મિકા પોતાનું હસવું રોકી શકતી નહોતી અને તે ખુશ ખુશ થઈ ગઈ હતી.દીપિકાએ ૮ કલાક જ કામની શરત સાથે બંને ફિલ્મ છોડી હતી. તેના બચાવમાં એક ઇન્ટરવ્યુમાં તેણે એમ પણ કહ્યું હતું કે, “માત્ર સ્ત્રી હોવાના કારણે, આ વાત લોકોને અભિમાન લાગતી હોય તો પણ એવું લાગવા દો.”ss1
