ચિરંજીવીએ એઆઈ ડીપફેક વીડિયો વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી
પોલીસે આ અંગે તપાસ હાથધરી
કેટલીક વેબસાઇટે તેના ચહેરાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો અને અન્ય કન્ટેન્ટ પબ્લિશ કર્યું છે
મુંબઈ,ચિરંજીવીને એઆઈ દ્વારા બનેલા નકલી રીતે તેના ચહેરાનો ઉપયોગ કરીને બનેલા પોર્નાેગ્રાફિક વીડિયો ઓનલાઇન ફરતા જોઈને હૈદ્રાબાદ સાઇબર ક્રાઇમ પોલિસમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ૨૭ તારીખે પોલિસનો સંપર્ક કર્યાે હતો અને આક્ષેપ મુક્યો હતો કે કેટલીક વેબસાઇટે તેના ચહેરાનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો અને અન્ય કન્ટેન્ટ પબ્લિશ કર્યું છે.પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને ઇન્ફર્મેશન ટેન્કોલોજી એક્ટ અંતર્ગત તપાસ શરૂ કરી છે.
ચિરંજીવીને તાજેતરમાં હૈદ્રાબાદની સિવિલ કોર્ટ તરફથી તેમની તસવીર અને ઓળખને અનધિકૃત દુરુપયોગથી બચાવવા માટે વચગાળાનો મનાઈ હુકમ મળ્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. પોતાની ફરિયાદમાં, ચિરંજીવીએ છેડછાડ કરાયેલા વીડિયો પોસ્ટ કરતાં પ્લેટફોર્મ્સની વિગતો આપી હતી અને તેમના નિર્માણ અને પ્રસાર પાછળના બદઇરાદા પર ભાર મૂક્યો હતો.ચિરંજીવીએ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યાે છે કે આ વીડિયો સંપૂર્ણપણે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા, તેમને ડીપફેક પોર્નાેગ્રાફી તરીકે વર્ણવ્યા હતા જેમાં ગેરકાયદેસર રીતે તેમના ચહેરાના લક્ષણો અને વ્યક્તિત્વને અશ્લીલ દ્રશ્યોમાં ફેરવવામાં આવ્યા હતા.
તેમણે આવી સામગ્રીની વ્યાપક ઉપલબ્ધતા પર ચિંતા વ્યક્ત કરી હતી અને નોંધ્યું હતું કે તેનું અનિયંત્રિત પ્રસારણ ગુનો અત્યંત ગંભીર બનાવે છે.ચિરંજીવીએ આ અજીમાં એમ પણ જણાવ્યું હતું કે આ ડીપફેક વીડિયો કોઈ એકલ દોકલ ઘટનાઓ નથી, પરંતુ તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવાના હેતુથી સંકલિત અને ઇરાદાપૂર્વકના અભિયાનનો ભાગ છે. તેમણે ભાર મૂક્યો કે આ વીડિયો દાયકાઓથી ફિલ્મો અને સત્તકાર્યાેમાં તેમણે બનાવેલી સદ્ભાવનાની છબિને જોખમમાં મૂકે છે. ss1
