મેં નક્કી કર્યું કે ઇશ્વરે મને તક આપી છે અને મેં દારૂ છોડી દીધો : બોબી
બોબીએ ૩૦ વર્ષ પહેલાં એક્ટિંગની શરૂઆત કરી હતી
૨૦૨૦માં તેની વેબ સિરીઝ આશ્રમ લોકપ્રિય થઈ અને રણબીર કપૂર સામે ૨૦૨૩માં આવેલી એનિમલથી તે છવાઈ ગયો
મુંબઈ,બોબી દેઓલ હાલ એક કલાકાર તરીકે બીજી ઇનિંગની મજા લઇ રહ્યો છે, તેણે ૩૦ વર્ષ પહેલાં ધર્મેન્દ્રના નાના દિકરા તરીકે એક્ટિંગ કૅરિઅરની શરૂઆત કરી હતી. પરંતુ તેના જીવનમાં એક તબક્કો એવો આવ્યો કે એક પછી એક નિષ્ફળતાઓ મળી અને તેમાંથી ટેકો મેળવવા માટે તે દારુ તરફ વળ્યો.બોબી દેઓલે ઇન્ટરવ્યુમાં વાત કરી કે કઈ રીતે દારુની લત ડ્રગ્ઝથી પણ ખરાબ છે. પરંતુ ઓટીટીથી ફરી તેનું કામ પાટે ચઢ્યું, ૨૦૨૦માં તેની વેબ સિરીઝ આશ્રમ લોકપ્રિય થઈ અને રણબીર કપૂર સામે ૨૦૨૩માં આવેલી એનિમલથી તે છવાઈ ગયો. તાજેતરમાં જ તે આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યુ બૅડ્ઝ ઓફ બોલિવૂડમાં જોવા મળ્યો છે.
ત્યારે હવે તેણે દારૂ સામેની લડત જીતી લીધી છે.ઇન્ટરવ્યુમાં લોર્ડ બોબીએ જણાવ્યું, “હા, મેં છોડી દીધું છે અને તેનાથી મને ખરેખર ઘણી મદદ મળી છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે કોઈને ખ્યાલ આવતો નથી કે ક્યા પ્રકારનો નશો તેમના શરીરમાં કઈ રીતે અસર કરે છે. ઘણા લોકોની પ્રકૃત્તિ એવી હોય છે જેને કોઈ પણ વસ્તુની લત લાગી શકે છે. મેં બસ વિચાર્યું કે મને ઇશ્વરે બીજી તક આપી છે, તો મારે ખરેખર મારું શ્રેષ્ઠ આપવું જોઇએ. વ્યક્તિને જીવનમાં વારંવાર આવી તકો મળતી નથી. તમારી અંદરથી અવાજ આવવો જોઈએ. મેં પીવાનું છોડ્યું પછી હું વધુ સારો વ્યક્તિ બની ગયો છું અને મને લાગે છે કે હું જેમને પણ ઓળખું છું, એમની સાથે મારા સંબંધો પણ સોગણા સારા થઈ ગયા છે.”ss1
