Western Times News

Gujarati News

સ્ટડ્સ એસેસરીઝનો ઇક્વિટી શેર્સનો IPO 30 ઓક્ટોબર, 2025ના રોજ ખૂલશે

અમદાવાદ, સ્ટડ્સ એસેસરીઝ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર ગુરૂવાર, 30 ઓક્ટોબર, 2025ના રોજ ખોલવાની દરખાસ્ત કરે છે. કુલ ઓફર સાઇઝમાં કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા 77,86,120 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર  નો સમાવેશ થાય છે.

વેચાણ માટેની ઓફરમાં મધુ ભૂષણ ખુરાના દ્વારા 38,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, સિદ્ધાર્થ ભૂષણ ખુરાના દ્વારા 8,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, ચાંદ ખુરાના દ્વારા 21,00,000 સુધીના ઇક્વિટી શેર્સ અને સંજય લીખા દ્વારા 3,42,000 સુધીના ઇક્વિટી શેર્સ, ચારુ લીખા સાથે સંયુક્તપણે સંજય લીખા દ્વારા 2,58,000 સુધીના ઇક્વિટી શેર્સ, ચારુ લીખા દ્વારા 2,49,600 સુધીના ઇક્વિટી શેર્સ, નિશા લીખા દ્વારા 1,00,800 સુધીના ઇક્વિટી શેર્સ, નયન તારા મહેતા દ્વારા 57,600 સુધીના ઇક્વિટી શેર્સ, સુનીલ કુમાર રસ્તોગી દ્વારા 36,000 સુધીના ઇક્વિટી શેર્સ, એસઈ શૂઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 25,920 સુધીના ઇક્વિટી શેર્સ, અજય કુમાર સખુજા દ્વારા 16,200 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

 એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર બુધવાર, 29 ઓક્ટોબર, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર ગુરૂવાર, 30 ઓક્ટોબર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને સોમવાર, 3 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે.

 ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 557થી રૂ. 585 સુધી નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 25 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 25 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં નક્કી કરવામાં આવ્યો છે.

 ઇક્વિટી શેર્સ નવી દિલ્હી ખાતે દિલ્હી અને હરિયાણાના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (the “RoC”)માં 25 ઓક્ટોબર, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ  (“RHP”) દ્વારા ઓફર કરવામાં આવે છે.

 25 ઓક્ટોબર, 2025ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ જેવા શેરબજારો પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ લિમિટેડ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

 આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે જાણીતી હતી) અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે. અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (the “SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (1)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં નેટ ઓફરના કમસે કમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (the “QIB Category”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને કંપની ક્યુઆઈબી કેટેગરીનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે, જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી કેટેગરી (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Category”) માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી કેટેગરીનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી કેટેગરીનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

આ ઉપરાંત ઓફરના લઘુત્તમ 15 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“Non-Institutional Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની બિડ સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની બિડ સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

આ ઉપરાંત, ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail Category”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રખાશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે

તથા (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત) તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં બિડની રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને  ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ નંબર 403થી શરૂ થતી “Offer Procedure”  વાંચો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.