લેન્સકાર્ટ સોલ્યુશન્સનો IPO શુક્રવારે, 31 ઓક્ટોબર, 2025ના રોજ ખૂલશે
- લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ (the “Company”)ના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 382થી રૂ. 402નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે
- એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ – ગુરૂવાર, 30 ઓક્ટોબર, 2025
- બિડ/ઓફર ખુલવાની તારીખ – શુક્રવાર, 31 ઓક્ટોબર, 2025 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ – ગુરૂવાર, 04 નવેમ્બર, 2025
- બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
- રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”)ની લિંકઃ
- https://static.lenskart.com/media/desktop/corporate/LenskartSolutionsLimited-RHP_signed.pdf
અમદાવાદ, 28 ઓક્ટોબર, 2025 – લેન્સકાર્ટ સોલ્યુશન્સ લિમિટેડ (the “Company”) શુક્રવાર, 31 ઓક્ટોબર, 2025ના રોજ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સ (“Equity Shares”)નો આઈપીઓ (“Offer”)ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે ગુરૂવાર, 30 ઓક્ટોબર, 2025ના રોજ છે. બિડ/ઓફર ગુરૂવાર, 04 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે.
પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 382થી રૂ. 402 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 37 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 37 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 19નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.
#WATCH | Ahmedabad, Gujarat | As Lenskart IPO opens October 31, Peyush Bansal, Co-founder & CEO of Lenskart, says, “Lenskart is bringing an IPO because the company has reached a stage where we want to reach a billion people now. It is important to expand the shareholder base. It… pic.twitter.com/BJNOhamOas
— ANI (@ANI) October 28, 2025
ઓફરમાં રૂ. 21,500 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “fresh issue”) તથા કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા 12,75,62,573 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેમાં પિયૂષ બંસલ, નેહા બંસલ, અમિત ચૌધરી અને સુમીત કપાહી (“Promoter Selling Shareholders”) તથા એસવીએફ 2 લાઇટબલ્બ (કેમેન) લિમિટેડ, શ્રોડર્સ કેપિટલ પ્રાઇવેટ ઇક્વિટી એશિયા મોરેશિયસ લિમિટેડ, પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – 2, મેરરિચી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, કેદારા કેપિટલ ફંડ 2 એલએલપી અને આલ્ફા વેવ વેન્ચર્સ એલપી (“Investor Selling Shareholders”) નો સમાવેશ થાય છે. આ ઓફરમાં રૂ. 150 મિલિયન સુધીના મૂલ્યના એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનનો સમાવેશ થાય છે જેમાં બાકીની ઓફર સાઇઝને “Net Offer” ગણવામાં આવશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં નેટ ઓફરના કમસે કમ 75 ટકા ક્યુઆઈબી (the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની ક્યુઆઈબી કેટેગરીનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે,
જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય (“Anchor Investor Allocation Price”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Portion”) માં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (“Mutual Fund Portion”) અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટેના બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) આવા પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે,
એ શરતે કે આવી સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે અને નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ આરઆઈબીને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
આ ઉપરાંત, એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે તેમના તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ સંભવિત બિડર્સે ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે
તથા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (અહીં જણાવ્યા મુજબ) (યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં બિડની સંબંધિત રકમ ઓફરમાં ભાગ લેવા માટે લાગુપાત્ર યુપીઆઈ મિકેનિઝમ હેઠળ અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી.
કંપનીના ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) (BSE અને NSE સાથે મળીને, the “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, એવન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને ઇન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે. અહીં વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
