સલૂન-સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું
સુરત, સુરતના ગોડાદરામાં આવેલી કેપિટલ સ્કવેર નામની બિલ્ડીંગની એક દુકાનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે દરોડો પાડતા દુકાનમાં સ્પાની આડમાં ધમધમતું કૂટણખાનું ઝડપાતા પોલીસે સ્થળ પરથી મેનેજર સહિત આઠ લોકોની ધરપકડ કરી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે ગોડદારામાં આવેલી કેપિટલ સ્કવેર નામની બિલ્ડીંગની દુકાન નં.૧૦૮માં દરોડો પાડતા પોલીસ તપાસમાં માલૂમ પડયું કે, કિંગ યુનિસેકસ સલૂન સ્પાના માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે સૂલનને દેહ વ્યાપારના હેતુસર ઉપયોગમાં લેતા હતા
જેમાં સ્પાનો મેનેજર તરીકે સમીર ઐયુબ અન્સારી સલૂનના રૂમમાં ગ્રાહકોને બોલાવીને કુલ ૪ ભારતીય મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદે દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતો હતો તે ગ્રાહકો પાસેથી પૈસા લઈને પોતાનું કમિશન કાઢી લેતો હતો.
જેના આધારે પોલીસ સ્થળ પરથી મેનેજર સમીર અન્સારીની ધરપકડ કરી દેહ વ્યાપાર માટે આવેલા કુલ ૭ ગ્રાહક સુનિલ રામપ્રતાપ રાવત, વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ, કપિલ રામદાસ મોહતો, અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર, આશિષ બજરંગી ગૌતમ, ગોપીકૃષ્ણ અચ્યુતન નૈયર અને બી.નાગા રાજુ ઈરનાને ઝડપી પાડી સલૂન માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
