Western Times News

Gujarati News

પોલીસ આવતી હોવાની ગંધ આવી જતા દારૂ ભરેલું ડાલુ છોડી ચાલક ફરાર

ખેડા એલસીબી પોલીસે વસો નજીકથી બુટલેગરે મંગાવેલ રૂ.૨.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) વસો તાલુકા ના પેટલી ગામ ખાતે આવેલ વડનાથ મંદિર પાસે થી ખેડા એલસીબી પોલીસે ગઈકાલે મધ્યરાત્રી પછી પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સ્થાનિક વસો પોલીસને ઉંઘતી રાખી વિદેશી દારૂ નાની બોટલ નંગ ૧૩૯૨ બિયર ટીન નંગ ૬૪૫ મળી કુલ નંગ ૨૦૩૭ કિંમત રૂપિયા ૨,૭૪,૬૫૦ નો જથ્થો ઝડપી પાડ્‌યો છે

મળતી માહિતી મુજબ વસો પંથકમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ દારૂ જુગારની પ્રવૃત્તિ એ માઝા મૂકી હોવાનું કહેવાય છે વસો પંથકમાં બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનો વેપલો કરતા હોવા છતાં સ્થાનિક વસો પોલીસ બુટલેગરો ખીસ્સા ગરમ કરતા હોય આ આ સામાજિક પ્રવૃત્તિ પ્રત્યે આંખ આડા ગામ કરતી હોવાનું કહેવાય છે

દરમ્યાન પંથકના કોઈ બુટલેગેરે બહારથી મંગાવેલ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ડાલુ લઈ ચાલક ગઈકાલે રાત્રિના સમયે વસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પેટલી ગામ ખાતે ના વડનાથ મંદિર પાસે આવ્યો હતો જેની વસો પંથક માં પેટ્રોલિંગમાં નીકળેલ ખેડા એલસીબી પોલીસ ટીમ ને બાતમી મળી હતી જેના પગલે એલસીબી પોલીસ ટીમે તુરંત ત્યાં દોડી ગઈ હતી

અને પોલીસે ત્યાં ઉભેલ ડાલા નંબર ઇત્ન-૩૦-ય્મ્-૧૨૩૫ની તલાસી હાથ ધરી હતી જેમાં પોલીસને સ્થાનિક કોઈ બુટલેગરે મંગાવતા ડાલામાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં છુપાવી ત્યાં લાવવામાં આવેલ વિદેશી દારૂ નાની બોટલ નંગ ૧૩૯૨ બિયર ટીન નંગ ૬૪૫ મળી કુલ નંગ ૨૦૩૭ કિંમત રૂપિયા ૨,૭૪,૬૫૦ નો જથ્થો હાથ લાગ્યો હતો.

પોલીસે વિદેશી દારૂ અને બિયર ટીન નો જથ્થો અને ડાલુ સહિત કુલ રૂપિયા ૭,૭૮,૭૫૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે પોલીસ આવતી હોવાની ગંધ આવી જતા ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરેલ ડાલુ બીન વરસી છોડી ભાગી ગયો હોય પોલીસના હાથમાં આવ્યો ન હતો.

દરમિયાન ખેડા એલસીબી પોલીસે આ અંગે વસો પોલીસ મથકે દારૂબંધીનો ગુનો નોંધાવી ફરાર આરોપી ડાલા ના ચાલકને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે ફરાર આરોપી ડાલા ચાલક પકડાયા પછી આ વિદેશી દારૂનો જથ્થો કયા બુટલેગરે મંગાવ્યો હતો તેનો ખુલાસો થશે તેમ મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.