અનિરુદ્ધસિંહ જાડેજાને હાર્ટ સંબંધિત ચેકઅપ કરી ફરી જૂનાગઢ જેલ ભેગો કરાયો
15 ઓગસ્ટ 1988ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.
વર્ષ ૧૯૮૮માં ગોંડલ ખાતે નેતા પોપટ સોરઠિયાની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા થઈ હતી-અનિરુદ્ધસિંહ જાડેજાની તબિયત લથડતા રાજકોટ સિવિલમાં દાખલ
રાજકોટ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમાં તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોપટ સોરઠિયા હત્યા કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને હદય સંબંધિત તકલીફ ઉભી થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ ચેકઅપ કરી પરત જૂનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ અનિરુદ્ધસિંહનું રાજકોટ સિવિલના યુએન મહેતા ઈÂન્સ્ટટયૂટના કાર્ડિયાક વિભાગમાં ઈસીજી રિપોર્ટ સહિતનું ચેકઅપ થયું હતું. ઓપીડી સારવાર બાદ તેમને પરત જૂનાગઢ જેલમાં લઈ જવા પોલીસ રવાના થઈ હતી. જુનાગઢ પોલીસનો કાફલો તેમને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો તે સમયે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ક્રાઈમબ્રાંચની ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ હતી.
ગોંડલની સંગ્રામ સિંહજી હાઇસ્કૂલમાં 15 ઓગસ્ટ 1988ના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાને અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
15 ઓગસ્ટ 1988ના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ટાડા એક્ટ હેઠળ આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજામાફી આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી.
વર્ષ ૧૯૮૮માં ગોંડલ ખાતે નેતા પોપટ સોરઠિયાની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા થઈ હતી જે કેસમાં સુપ્રીમ કોર્ટે જુલાઈ ૧૯૯૭માં અનિરૂદ્ધસિંહને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.
અઢારેક વર્ષ જેલ કાપ્યા બાદ આઈપીએસ ટી.એસ. બિષ્ટે જૂનાગઢ જેલના તત્કાલીન સુપ્રિટેન્ડન્ટને પત્ર લખીને અનિરૂદ્ધસિંહ જાડેજાને જેલમાંથી છોડી મુકવા હુકમ કર્યો. જોકે તાજેતરમાં કોર્ટે હુકમ કરતા ગોંડલ કોર્ટમાં હાજર થયા બાદ તેમને હાલ જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.
