Western Times News

Gujarati News

મેઘરજના કુણોલના સ્મશાનની હાલત દયનીય

વરસાદમાં અગ્નિદાહ કરવા ગ્રામજનો મજબૂર

મોડાસા, હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો અને ભરશિયાળે ચોમાસુ જામ્યું હોય તેવો ઘાટ છે. આ બધી બાબતો વચ્ચે વિકાસના દાવા ખોટા સાબિત થતા હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુણોલ ગામમાં સ્મશાનની હાલત અત્યંત નાજુક અને દયનીય બની ગઈ છે. શિયાળાના સમયે વરસાદને કારણે ગામલોકો અંતિમવિધિ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કોઈ પતરા, શેડ કે આશ્રયસ્થળ ન હોવાથી વરસાદી માહોલમાં અÂગ્નદાન કરવું પડતું હોય છે.

તાજેતરમાં વચલા મુવાડા ગામના ૪પ વર્ષીય વૃદ્ધાનું અવસાન થતાં ગ્રામજનોને ચાલુ વરસાદમાં જ અÂગ્નદાન કરવું પડયું હતું. ગામ લોકો ચાલુ વરસાદે પ્લાસ્ટિક ઓઢીને મૃતદેહને લાકડાઓ સુવડાવી અÂગ્નદાન આપવા મજબૂર બન્યા હોય તેવા શરમજનક દ્રશ્યો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

ગામલોકોનું કહેવું છે કે બે મહિના પહેલા ચોમાસાના સમયે અÂગ્નદાહ દરમ્યાન પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી, છતાં ગ્રામપંચાયત દ્વારા કોઈ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સ્મશાનના વિકાસ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ કાયવાહી કરવામાં આવી નથી. તાત્કાલિક સ્મશાનના વિકાસની માંગ ઉઠાવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.