ગુજરાતમાં જ આ વર્ષે સ્ટ્રોકની ઈમરજન્સીના ૧૦,૦૯૮ કેસ નોંધાયા
પ્રતિકાત્મક
દરરોજ સરેરાશ ૩૫ ઈમરજન્સી કેસથી ચિંતા
ઈમરજન્સી સેવા ‘૧૦૮’પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટ્રોકની ઈમરજન્સીના સૌથી વધુ ૯૯૬૮ કેસ અમદાવાદમાં નોંધાયા હતા
ગુજરાતમાં લકવાના ૧૦માંથી ચાર દર્દીની ઉંમર ૫૦ વર્ષથી ઓછી
ગાંધીનગર, છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે સ્ટ્રોકની ઈમરજન્સીના ૧૦,૦૯૮ કેસ નોંધાયેલા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ ૩૫ વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોકની સારવાર માટે ઈમરજન્સી સેવા ‘૧૦૮’ ની મદદ લેવી પડે છે. સ્ટ્રોકના પ્રત્યેક ૧૦માંથી ૪ કેસ હવે ૫૦ વર્ષથી ઓછી વયની વ્યક્તિમાં નોંધાય છે. આજે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ છે, ત્યારે સ્ટ્રોકના વધતા કેસે ચિંતાજનક સ્થિતિ સર્જી છે.
ઈમરજન્સી સેવા ‘૧૦૮’પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટ્રોકની ઈમરજન્સીના સૌથી વધુ ૯૯૬૮ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. આ પછી સુરત ૩૭૧૭ સાથે બીજા અને વડોદરા ૨૪૪૧ સાથે ત્રીજા સ્થાને છે. આમ, અમદાવાદમાં દરરોજ સરેરાશ ૧૦ વ્યક્તિને સ્ટ્રોકની ઈમરજન્સીની સારવાર લેવી પડે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચના ડેટા મુજબ, ભારતમાં દર વર્ષે ૧.૬ મિલિયનથી વધુ નવા સ્ટ્રોકના કેસ નોંધાય છે.એક સમયે વૃદ્ધોને પ્રભાવિત કરતી બિમારી તરીકે ઓળખાતા સ્ટ્રોક હવે યુવા વસતીને પણ અસર કરે છે, જેનું મુખ્ય કારણ જીવનશૈલી સંબંધિત પરિબળો છે.
બેઠાડુ જીવનશૈલી, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટિસ, હાઈપરટેન્શન અને સ્ટ્રેસ મુખ્ય કારણો છે. શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન સ્ટ્રોકના જોખમમાં વધારો કરે છે. જાણકારોનું માનવું છે કે સ્ટ્રોક જીવનશૈલી સંબંધિત બિમારી તરીકે ઉભરી રહ્યું છે, તેમજ વહેલા હસ્તક્ષેપ માટે જોખમી પરિબળો અને લક્ષણો ક્ષણો વિશે જાગૃકતામાં વધારો આવશ્યક છે.
ડૉક્ટરોના મતે, આધુનિક સ્ટ્રોક કેર તીવ્ર ઇસ્કેમિક સ્ટ્રોક માટે મુખ્યત્વે બે ટ્રીટમેન્ટ ઓફર કરે છે. આઈવી થ્રોમ્બોલિસિસ નસ દ્વારા અપાતી દવા છે, જે લોહીનું ગંઠાવાને ઓગાળે છે અને જો લક્ષણો બાદ તેને તાત્કાલિક આપવામાં આવે તો મગજને થતું નુકસાન ઘટાડી શકાય છે. તે પ્રથમ ૪૫ કલાકમાં પ્રભાવી હોય છે. મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી એક ઓછી આક્રમક પ્રક્રિયા છે, જે બ્લોક થયેલી મગજની નસમાંથી ફિઝિકલ રીતે લોહીનું ગંઠાવાને દૂર કરે છે. SS1
