Western Times News

Gujarati News

ગોમતીપુરમાં વાંદરાઓનો આતંકઃ ૧૫થી વધુ લોકોને કરડ્‌યા

સરકાર દ્વારા ફોરેસ્ટ હેલ્પલાઇન સંસ્થાને કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે છતાં શહેરની અંદર જીવલેણ પ્રાણીનો જ્યારે આમ પ્રજા ઉપર હુમલા કરે ત્યારે પ્રજાના હિતમાં તાત્કાલિક કાર્ય કરવા માટેની જવાબદારી કોની?

(પ્રતિનિધિ) અમદાવાદ, ગોમતીપુર વોર્ડ માં છેલ્લા ૮-૧૦ દિવસથી વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે તેમજ ૧૫ કરતા વધુ વ્યક્તિને કરડતા આ વિસ્તાર ના નાગરિકો માં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગે વનવિભાગ માં ફરિયાદ કરવામાં આવતા કોઈ જ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી તેથી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

ગોમતીપુર ના કોર્પોરેટર ઇકબાલ શેખ ના જણાવ્યા મુજબ નૂર ભાઈ ધોબી ની ચાલી રોયલ સ્ટેટ અમ્રપાલી સિનેમા ની આસપાસ આશરે ૮ થી ૧૦ વાંદરાઓ નો ત્રાસ વધી ગયો છે જે સ્થાનિક રહીશો અખ્તર કુરેશી (ઉંમર વર્ષ ૫૫) જેમને પગમાં અને થાપાના ભાગે, અલ અમીનાખાન (ઉંમર વર્ષ ૨૫ ) એમને પગ અને પેટના ભાગે તેમજ

હાથમાં, સમી ઉલ્લા શેખ (ઉંમર ૭૦) જમના બંને પગમાં તેમજ દીપકભાઈ પાંડે (૪૨ વર્ષ)ને હાથમાં અને માથાના ભાગે કરડ્‌યા છે અન્ય આશરે ૧૨ થી ૧૩ જણાને કરળિયા નાની મોટી ઇજાઓ થઈ છે કોઈ મોટી હોનારત ન થાય એની તકેદારી લેવા તેઓ દ્વારા ફોરેસ્ટ હેલ્પલાઇન ને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ ત્રણ દિવસ હોવા છતાં તેને એટેન્ડ કરવામાં આવી નથી.

ફોરેસ્ટ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી સિનિયર ઓફિસરો જેવા કે ડીસીએફ અને આરએફઓ નો સંપર્ક કરવાનું પ્રયત્ન કર્યો હતો પરંતુ વિભાગ દ્વારા કોઈ જ મદદ ન મળતા આખરે સરકાર માં રજૂઆત કરવા માટે તજવીજ કરવામાં આવશે કારણકે સરકાર દ્વારા ફોરેસ્ટ હેલ્પલાઇન સંસ્થાને કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે

છતાં શહેરની અંદર સાપ વાંદરા કે અન્ય જીવલેણ પ્રાણીનો જ્યારે આમ પ્રજા ઉપર હુમલા કરે ત્યારે પ્રજાના હિતમાં તાત્કાલિક કાર્ય કરવા માટેની જવાબદારી હોય છે પરંતુ ઉપરોક્ત સંસ્થાની કામગીરીમાં ઘણા સમયથી આવી ઇમર્જન્સી વખતે ખૂબ બેદરકારી જોવા મળતી હોય છે જ્યારે જ્યારે પણ શહેરમાં કોઈ જાન લેવા પ્રાણી દ્વારા જોખમ ઊભું થાય છે

ત્યારે જેટલી પણ સંસ્થાને ગ્રાન્ટ આપવામાં આવે છે એ તમામ સંસ્થાઓ એકબીજા ઉપર ખો આપી કામગીરી કરવા ભાગી રહે છે અને આ બાબતે આ સંસ્થાની વિરુદ્ધમાં ઘણી જ વખત ફરિયાદો થઈ હોવા છતાં કોઈ કાર્ય કરવામાં આવતી નથી જે ગંભીર બાબત છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.