ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ 6 દિવસમાં 10.73 કરોડ કમાઈને તોડ્યા રેકોર્ડ
ફિલ્મ ‘ચણિયા ટોળી’ની રિલીઝ દિવાળીની રજાઓના સમયગાળામાં થતાં તેને જબરજસ્ત ફાયદો મળ્યો-કાંતારાની ધમાલ વચ્ચે ‘ચણિયા ટોળી’નો ડંકો!
અમદાવાદ, દિવાળીના સમય પર વેકેશનનો લાભ જો કોઈએ ખાટ્યો હોય તો કાંતારાએ, પણ તેની સાથે ગુજરાતી સીનેમાની અંદર ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ દિવાળી વેકેશન દરમિયાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે અને છ દિવસમાં સૌથી વધુ ¹ ૧૦.૭૩ કરોડની કમાણી કરી છે.
આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જન્નોક ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી’એ દિવાળી વેકેશન દરમિયાન બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કર્યું છે.
View this post on Instagram
દિવાળીના તહેવાર દરમિયાન ૧૨૦૦ થી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર છ દિવસમાં ૧૦.૭૩ કરોડનું ઐતિહાસિક કલેક્શન કરીને ઇન્ડસ્ટ્રીના અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મ ‘ચણિયા ટોળી’ની રિલીઝ દિવાળીની રજાઓના સમયગાળામાં થતાં તેને જબરજસ્ત ફાયદો મળ્યો છે.
પ્રેક્ષકોએ આ ફિલ્મને પરિવાર સાથે માણી અને દરરોજ કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. છ દિવસ દરમિયાન ફિલ્મે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જેમાં દિવસ ૬માં સૌથી વધુ ૧૦.૭૩ કરોડની કમાણી નોંધાઈ, ભારતમાં જ નહીં, પણ વિદેશમાં પણ ફિલ્મે અદ્ધભૂત પ્રદર્શન કર્યું છે.
વર્ષ ૨૦૨૫માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ ઉંબરો બની હતી, જેણે ૧૭.૩૩ કરોડ ગ્રોસ કલેક્શન કર્યું હતું. સોશિયલ કોમેડી ફિલ્મ હોવા છતાં ૧૦૦ દિવસથી વધુ સમય સુધી થિયેટરોમાં ચાલી હતી.
તે ઉપરાંત વશ ફિલ્મે તેના પ્રારંભિક સપ્તાહમાં જ ૮.૧ કરોડની નેટ કમાણી કરી હતી અને ફિલ્મનો ખર્ચ લગભગ વસૂલ કર્યાે હતો. ત્યારે હવે જોવું રહ્યું કે વર્ષના અંત સુધીમાં કઇ ફિલ્મ કમાણીમાં સૌથી આગળ વધે છે.SS1
@anandpandit @vaishalshah7 @jaybodas @parthandprose #chaniyatoli #diwali2025
@kedarandbhargav @realmanurabari @rakesh_barot_official @jahnvishrimankar @i_am_princegupta
@actoryash @jankibodiwala
@netritrivediofficial @ragi_jani @sharmajidoes @heena_jaikishan @sohni_bhatt @kalpana.gagdekar.chhara @shilpathaker48 @jassigadhavi
@anandpanditmotionpictures
@jannockfilmsllp
