દીપિકા પદુકોણના સમર્થનમાં આવી અભિનેત્રી રશ્મિકા મંદાના
હું ‘ના’ નથી પાડી શકતી ઃ રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેના લગ્ન પહેલાં તેના પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ઈચ્છા દર્શાવી
મુંબઈ, દક્ષિણ ભારતીય સિનેમા અને બોલીવુડમાં ધૂમ મચાવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના આજકાલ તેની તાજેતરની હિન્દી ફિલ્મ “થામા” માટે પ્રશંસા મેળવી રહી છે. જોકે, તેની નવી ફિલ્મ “ધ ગર્લફ્રેન્ડ” ના નિર્માતા જીદ્ભદ્ગ દ્વારા તેના કડક કામના કલાકોની માંગણી ન કરવા બદલ વખાણ કરવામાં આવ્યા હોવા છતાં, રશ્મિકાએ પોતે લાંબા અને અનિયંત્રિત કામના કલાકો સામે વાંધો ઉઠાવ્યો છે. આવો જાણીએ, રસ્મિકા મંદાનાએ શું કહ્યું છે.અભિનેત્રી રસ્મિકા મંદાનાએ તાજેતરમાં મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યું હતું.
આ ઇન્ટરવ્યુમાં રસ્મિકા મંદાનાએ કામના કલાકો અંગે વાત કરી હતી. રશ્મિકા મંદાનાએ જણાવ્યું હતું કે, “હું પોતાના સાથી કલાકારો અને ક્‰ને ‘ના’ નથી પાડી શકતી એટલે તેઓ જરૂર કરતાં વધુ કામ લઈ લે છે. જોકે, આ મારી અંગત પસંદગી નથી, હું બીજા કોઈને આ અંગે સલાહ આપતી નથી.”રશ્મિકાએ આગળ જણાવ્યું કે, “હું ઘણું કામ કરું છું, અને હું તમને કહું છું કે આ બિલકુલ સલાહભર્યું નથી. આ કોઈ રેસ નથી. એવું ન કરો. તમારા માટે જે યોગ્ય હોય, તે કરો. ૮ કલાકની ઊંઘ લો, ભલે ૯-૧૦ કલાકની પણ લો. કારણ કે મારા પર વિશ્વાસ કરો, તે તમને પાછળથી બચાવશે. મેં તાજેતરમાં કામના કલાકો વિશે ઘણી ચર્ચાઓ જોઈ છે. મેં બંને રીતે કામ કર્યું છે, અને હું કહું છું કે તે યોગ્ય નથી.”
ઇન્ટરવ્યુમાં રસ્મિકા મંદાનાએ વિજય દેવરકોંડા સાથેના લગ્ન પહેલાં તેના પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાની અને યોગ્ય આરામ લેવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.તેણે વધુમાં કહ્યું, “જો હું મારા માટે પસંદ કરી શકું, તો હું કહીશ, કૃપા કરીને અમને કલાકારોને આ કરવા ન દો. જેમ ઓફિસમાં ૯-૫ નો સમયપત્રક હોય છે, તેમ અમને પણ તે સમય આપો. કારણ કે હું હજી પણ મારા પારિવારિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. હું પૂરતી ઊંઘ લેવા માંગુ છું અને હું કસરત કરવા માંગુ છું.
જેથી મને પછીથી પસ્તાવો ન થાય.”દીપિકા પાદુકોણની તેલુગુ ફિલ્મોના સિક્વલમાંથી ૮ કલાકની શિફ્ટની માંગણી કરવામાં આવી હોવા છતાં, નિર્માતા જીદ્ભદ્ગ એ રશ્મિકા મંદાનાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. “ધ ગર્લફ્રેન્ડ” ના નિર્માતા જીદ્ભદ્ગ એ કહ્યું કે, રશ્મિકા એકમાત્ર એવી અભિનેત્રી છે જેણે કામના કલાકોની માંગ કરી નથી.જીદ્ભદ્ગ એ જણાવ્યું, “એવા સમયે જ્યારે કામના કલાકોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે સમગ્ર ભારતમાં એકમાત્ર રશ્મિકા છે જે જરૂર મુજબ ગમે તેટલા કલાક કામ કરવા તૈયાર છે. તે કામને પ્રેમથી જુએ છે, કલાકોની દ્રષ્ટિએ નહીંપ તેથી જ દરેકને રશ્મિકા પરિવારનો ભાગ લાગે છે.”SS1
