DoITના જોઇન્ટ ડિરેક્ટરે પત્નીને અપાવી ‘ઘોસ્ટ જોબ’- કામ કર્યા વિના ૫ વર્ષમાં ૩૭.૫ લાખ કમાણી!
ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કેસ: રાજસ્થાન ACBએ પતિ-પત્ની અને એક ડેપ્યુટી ડિરેક્ટર વિરુદ્ધ FIR નોંધી.
નવી દિલ્હી, ભ્રષ્ટાચારના એક ચોંકાવનારા અને સુનિયોજિત કિસ્સામાં, રાજસ્થાનના એન્ટી-કરપ્શન બ્યુરો (ACB) એ એક એવા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક સરકારી અધિકારીએ પોતાની પત્નીને બે ખાનગી કંપનીઓમાં “ઘોસ્ટ જોબ” (Ghost Job) અપાવી હતી. પત્નીએ એક પણ દિવસ કામ કર્યા વિના, પાંચ વર્ષમાં માસિક ₹ ૧.૬૦ લાખનો પગાર મેળવ્યો, જેની કુલ રકમ ₹ ૩૭.૫૪ લાખ થાય છે.
આ કૌભાંડના કેન્દ્રમાં જયપુરના માહિતી ટેકનોલોજી અને સંચાર વિભાગ (DoIT) ના જોઇન્ટ ડિરેક્ટર પ્રદ્યુમન દીક્ષિત છે. ACBની તપાસ મુજબ, પ્રદ્યુમને તેમની પત્ની પૂનમ દીક્ષિત ને બે અલગ-અલગ ખાનગી કંપનીઓ: ઓરિયોનપ્રો સોલ્યુશન્સ લિમિટેડ અને ટ્રાઇજેન્ટ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ માં નોકરી અપાવી હતી, જ્યાં પૂનમે ક્યારેય પગ મૂક્યો નહોતો.
Pradyuman Dixit, a joint director in the Department of Information Technology of Rajasthan Government , who was giving government tenders to two companies named Orion Pro Solutions and Treegen Software Limited and in return directed them to pay bribe indirectly through his wife Poonam Dixit. These companies transferred more than 37 lakhs as salary in the five bank accounts of Poonam Dixit in last two years showing her as an employee of the company but as per records, Poonam not even went to these offices even once in these two year.
ACBની તપાસમાં એ પણ સામે આવ્યું કે આ પગાર ચૂકવણીને અધિકૃત કરતી સહીઓ અન્ય કોઈની નહીં, પરંતુ અધિકારી પ્રદ્યુમન દીક્ષિતની જ હતી. સરકારી અધિકારી તરીકે અને પત્નીના બનાવટી સુપરવાઇઝર તરીકેની બંને ભૂમિકામાં રહીને, તેમણે મહિના-દર-મહિના તેમની પત્નીના પગાર બિલ પર સહી કરી હતી.
ACBની તપાસમાં બહાર આવ્યું કે જાન્યુઆરી ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૨૦ ની વચ્ચે, ઓરિયોનપ્રો અને ટ્રાઇજેન્ટ સોફ્ટવેરે પૂનમના પાંચ અંગત બેંક ખાતાઓમાં ₹ ૩૭,૫૪,૪૦૫ ટ્રાન્સફર કર્યા હતા.
એક ગુપ્ત ફરિયાદને આધારે ACB એ આ કૌભાંડની તપાસ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે પ્રદ્યુમને માત્ર પત્નીની ખોટી નિમણૂકોમાં જ મદદ નહોતી કરી, પરંતુ કથિત રીતે તેમણે આમાંથી એક કંપની, ઓરિયોનપ્રો (AurionPro) ને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં પણ તરફેણ કરી હતી.
આ કૌભાંડમાં પ્રદ્યુમન જે વિભાગમાં કામ કરે છે, તે જ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર રાકેશ કુમારની સંડોવણી પણ સામે આવી છે, જેમના પર આ છેતરપિંડીને છુપાવવામાં મદદ કરવાનો આરોપ છે.
સપ્ટેમ્બર ૨૦૨૪ માં, રાજસ્થાન હાઇકોર્ટે ACB ને આ મામલે કેસ દાખલ કરીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ ACB એ ૩ જુલાઈ, ૨૦૨૦૫ ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. કંપનીઓના ખાતાઓ અને પૂનમના બેંક ખાતાઓની તપાસ પછી, ચોંકાવનારા ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા, જેના પગલે આ વર્ષે ૧૭ ઓક્ટોબરના રોજ FIR નોંધવામાં આવી છે.
