ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે વીમાને વધુ કિફાયતી બનાવવા માટે ગ્રાહકોને GSTનો સંપૂર્ણ લાભ આપ્યો
ટર્મ ઇન્શ્યોરન્સ એ દરેક વ્યક્તિના નાણાંકીય આયોજનનો મહત્વનો ભાગ છે. તે કમાનાર વ્યક્તિનું અવસાન થાય તો પરિવાર માટે તે આવકના અવજી સાધન તરીકે કામ કરીને મજબૂત પાયો પૂરો પાડે છે અને સુનિશ્ચિત કરે છે કે નાણાંકીય લક્ષ્યાંકો હજુ પણ હાંસલ કરી શકાય છે.
અમદાવાદ, તાજેતરમાં જ ભારત સરકારે તમામ ઇન્શ્યોરન્સ પોલિસીને જીએસટીમાંથી બાકાત રાખવાના સુધારા રજૂ કર્યા હતા. ઉદાહરણ તરીકે ગ્રાહકો જીએસટી તરીકે પ્રીમિયમની રકમના 18 ટકા ચૂકવતા હતા એટલે કે કોઈ વ્યક્તિ રૂ. 100નું પ્રીમિયમ ચૂકવે તો રૂ. 18ની રકમ જીએસટી તરીકે વસૂલવામાં આવતી હતી.
હવે જીએસટીને બાકાત રાખવામાં આવ્યો હોવાથી વ્યક્તિએ માત્ર રૂ. 100 જ ચૂકવવાના રહે છે. આનાથી લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ વધુ પોસાય તેવી બની છે જેમાં ટર્મ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પણ સામેલ છે. Empowering customers: ICICI Prudential Life Insurance passes on full GST benefit to make insurance more affordable.
ખાસ કરીને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે જીએસટી બાકાત રાખવાનો સમગ્ર લાભ તેના ગ્રાહકોને આપ્યો છે અને તેના ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય પૂરું પાડવાની તેની પ્રતિબદ્ધતા જાળવી રાખી છે. આ રીતે ઇન્શ્યોરન્સ પ્લાન્સ વધુ પોસાય તેવા દરના અને દરેક ભારતીય પરિવાર માટે સુલભ બન્યા છે.
ચાલો જોઈએ કે આની ટર્મ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સની કિંમત પર શું અસર પડી છે. અગાઉ, 30 વર્ષના ધૂમ્રપાન ન કરતો પુરુષ જીએસટી સહિત રૂ. 825નું માસિક પ્રીમિયમ ચૂકવતો હતો. હવે તે જ વ્યક્તિએ 30 વર્ષના સમયગાળા માટે રૂ. 1 કરોડના લાઇફ કવર માટે ફક્ત રૂ. 699 ચૂકવવા પડશે. વધુમાં, 30 વર્ષની ધૂમ્રપાન ન કરતી મહિલાએ જીએસટી સહિત રૂ. 697ને બદલે હવે ફક્ત રૂ. 594નું માસિક પ્રીમિયમ ચૂકવવું પડશે.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના ચીફ પ્રોડક્ટ ઓફિસર શ્રી વિકાસ ગુપ્તાએ જણાવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સમાં, અમે માનીએ છીએ કે સાચું મૂલ્ય અમારા ગ્રાહકો માટે જે યોગ્ય છે તે કરવામાં રહેલું છે.
અમારા ગ્રાહકોને પરત કરવામાં આવતી દરેક બચત વિશ્વાસને મજબૂત બનાવે છે, પોષણક્ષમતા વધારે છે અને અમને એવા ભવિષ્યની નજીક લઈ જાય છે જ્યાં ગુણવત્તાયુક્ત વીમો દરેકની પહોંચમાં હોય. તે વધુ લોકોને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા તરફ પ્રથમ પગલું ભરવા માટે પ્રોત્સાહિત કરે છે તથા સુરક્ષાનો તફાવત ઘટાડવાના કંપનીના વર્તમાન પ્રયાસોને પણ પૂરક બનાવે છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, ટર્મ ઇન્શ્યોરન્સ એ એક નાણાકીય સુરક્ષા ગાદી છે જે ખાતરી કરે છે કે વ્યક્તિના પ્રિયજનો જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે પણ સુરક્ષિત રહે છે. તેથી, એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે સુરક્ષા ઉત્પાદનો બધા માટે પોસાય તેવા બનાવવામાં આવે. વધુમાં, ઘટાડેલા પ્રીમિયમના પરિણામે વીમાનો વ્યાપ વધુ ગાઢ બનશે અને લાખો ભારતીયોના જીવનમાં નાણાકીય સુરક્ષા દાખલ કરવાના ધ્યેયને ટેકો મળશે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, ટર્મ ઇન્શ્યોરન્સ એ એક નાણાંકીય સેફ્ટી કુશન છે જે ખાતરી કરે છે કે વ્યક્તિનું જ્યારે અવસાન થાય ત્યારે પણ તેના પ્રિયજનો સુરક્ષિત રહે છે. તેથી એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે પ્રોટેક્શન પ્રોડક્ટ્સ બધા માટે પોસાય તેવા બનાવવામાં આવે. વધુમાં, ઘટાડેલા પ્રીમિયમના પરિણામે વીમાનો વ્યાપ વધુ ગાઢ બનશે અને લાખો ભારતીયોના જીવનમાં નાણાંકીય સુરક્ષા રજૂ કરવાના ધ્યેયને ટેકો મળશે.
