TVS મોટર કંપનીએ ગુજરાત ટુરિઝમ સાથેની ભાગીદારી મજબૂત બનાવી
અમદાવાદ, ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટ્સની અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મોટરસાઇકલિંગના સમન્વયની ઉજવણી કરતા ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્ર પટેલને એક સ્મૃતિ પુસ્તક ભેટ આપ્યું હતું. TVS Motor company gujarat tourism
આ પુસ્તક રણ ઉત્સવ ખાતે ટીવીએસ મોટર કંપનીની સફરની મહત્તા દર્શાવે છે જ્યાં એડવેન્ચર મોટરસાઇકલિંગ અને ગુજરાતની પરંપરાઓનો આ વર્ષના પ્રારંભે કળા, સંગીત, વ્યંજનો અને સમુદાયની અનન્ય ઉજવણી સાથે સુભગ સંગમ થયો હતો.
આ ક્ષણ કચ્છના રણ ઉત્સવને ભારતની સંસ્કૃતિ તથા એડવેન્ચર ટુરિઝમની સંભાવનાઓ દર્શાવે તેવું વૈશ્વિક પ્લેટફોર્મ બનાવવાના ટીવીએસ મોટર કંપનીના લાંબા ગાળાના વિઝનમાં એક નવું સીમાચિહ્ન છે.
આ પહેલ ગુજરાત ટુરિઝમ સાથેના કંપનીના સતત સહયોગનો ભાગ છે જે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તરફની સહિયારી પ્રતિબદ્ધતાઓનો પુનરોચ્ચાર કરે છે અને ભારતને પ્રયોગાત્મક અને સાહસ સંચાલિત પ્રવાસન માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમોટ કરે છે.
આ વર્ષના પ્રારંભે આ પહેલની માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારોભાર પ્રશંસા કરી હતી અને ટીવીએસ મોટર કંપનીની ભારતમાં ટુરિઝમ તથા એડવેન્ચર મોટરસાઇકલિંગને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોની સરાહના કરી હતી. આ પાયા પર નિર્માણ કરતા ટીવીએસ મોટર કંપની હવે આ સાંસ્કૃતિક ભાગીદારીને વૈશ્વિક મંચ સુધી લઈ જવાનો ઉદ્દેશ્ય રાખે છે.
