Western Times News

Gujarati News

કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભિલોડા, બાયડ અને મેઘરજ મામલતદારને આવેદનપત્ર

અરવલ્લી જિલ્લામાં વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન તાત્કાલિક સહાય પેકેજની માંગણી

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ભિલોડા, મેઘરજ અને બાયડ તાલુકાના વિસ્તારોમાં મગફળી, તુવેર, કપાસ, મકાઈ સહિતના પાક બરબાદ થયા છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભિલોડા, મેઘરજ અને બાયડ તાલુકા કોંગ્રેસ સમિતિઓ દ્વારા તાલુકા મથકો ખાતે કોંગ્રેસ ના પ્રમુખશ્રીઓ ની આગેવાનીમાં મામલતદારશ્રીઓને આવેદનપત્રો અપાયા હતા. આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી પાકનુ સર્વે કામ શરૂ કરી નુકસાન પામેલ ખેડૂતોને યોગ્ય સહાય પેકેજ ચુકવવાની જોરદાર માગણી કરવામાં આવી હતી.

તાલુકા કોંગ્રેસના આગેવાનો એ સ્પષ્ટ ચેતવણી આપી કે જો સરકાર તરત સર્વે કરી સહાય જાહેર નહીં કરે તો કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હિતમાં આક્રમક આંદોલન કરશે.કોંગ્રેસ હંમેશાં ખેડૂતોના હિત અને અધિકાર માટે લડી છે અને આગળ પણ લડત ચાલુ રાખશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.