હવે યુએસમાં વર્ક પરમિટ માટે EAD કાર્ડ ઓટોમેટિક રિન્યુ થશે નહિં
હજારો ભારતીયો પર થશે અસર
અગાઉ ઇમિગ્રન્ટ્સ તેમની વર્ક પરમિટની મુદત પૂરી થયા પછી પણ ૫૪૦ દિવસ યુએસમાં કામ કરી શકતા હતાં, આ નવા નિયમથી આ પ્રથા બંધ થશે
વોશિંગ્ટન ડી સી,યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ઈમિગ્રેશન સાથે જોડાયેલા નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી(DHS)એ માઈગ્રન્ટ વર્કર્સના એપ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોકયુમેન્ટ(EAD) ઓટોમેટિક રિન્યુ કરવાની પ્રથા બંધ કરી છે. આ પગલાથી હજારો ફોરેન વર્કર્સને અસર થશે, ભરતીય લોકોને સૌથી વધુ અસર થશે.
બુધવારે એક નિવેદનમાં DHSએ જણાવ્યું કે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ (ગુરુવાર)ના રોજ અથવા તે બાદ જે વિદેશીઓ તેમના EAD ને રિન્યૂ કરવા માટે અરજી કરે છે, તેમને હવે તેમના EAD નું ઓટોમેટિક એક્સટેન્શન નહીં મફ્રે. DHSના જણાવ્યા મુજબ ૩૦ ઓક્ટોબર પહેલા જેમને ઓટોમેટિક એક્સટેન્શન મળ્યું છે એવા EADને કોઈ અસર થશે નહીં.
અગાઉ ઇમિગ્રન્ટ્સ તેમની વર્ક પરમિટની મુદત પૂરી થયા પછી પણ ૫૪૦ દિવસ યુએસમાં કામ કરી શકતા હતાં, આ નવા નિયમથી આ પ્રથા બંધ થશે.DHSના જણાવ્યા મુજબ આ નિયમમાં કેટલાક અપવાદો છે, જેમાં કાયદા દ્વારા અથવા TPS રોજગાર ડોક્યુમેન્ટર માટે ફેડરલ રજિસ્ટર નોટિસ દ્વારા આપવામાં આવેલા વર્ક પરમીટ એક્સટેન્શન પર આ નિયમો લાગુ નહીં પડે.ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ નવા નિયમો જાહેર સલામતી, રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ જળવાઈ રહે એ માટે ચકાસણી અને તપાસને પ્રાથમિકતા આપવા માટે છે.
ડીપાર્ટમેન્ટને જણાવ્યા મુજબ માઈગ્રન્ટ વર્કર્સના બેકગ્રાઉન્ડ વધુ વખત સમીક્ષા થઇ શકશે. સરકાર માને છે કે આ નિયમથી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ને છેતરપિંડી અટકાવવા અને સંભવિત કાવતરા પૂર્ણ ઇરાદા ધરાવતા વિદેશી લોકોને શોધવામાં મદદ મળશે.USCIS ના ડિરેક્ટરે યુએસમાં કામ કરવું એ વિશેષાધિકાર (privilege) છે, અધિકાર નથી. USCIS સલાહ આપે છે કે ઇમિગ્રન્ટ્સને તેમના EAD ની મુદત સમાપ્ત થાય તેના ૧૮૦ દિવસ પહેલા રિન્યુઅલ અરજી દાખલ કરવી જોઈએ, જેથી સમયસર રિન્યુઅલ મળી શકે.
કોઈ વિદેશી વ્યક્તિ ચોક્કસ સમયગાળા માટે યુએસમાં કામ કરવા માટે અધિકાર ધરાવે છે એ સાબિત કરવા માટે EAD એક રસ્તો છે. પર્મેનન્ટ રેસિડેન્ટને EAD માટે અરજી કરવાની જરૂર નથી. ગ્રીન કાર્ડ રોજગાર મેળવવાનો અધિકાર છે એનો પુરાવો છે. નોન-ઇમિગ્રન્ટ સ્ટેટ્સ (H-1B, L-1B,O અથવા P ) ધરાવતા વિદેશી નાગરીકોએ પણ આ EADની જરૂર નથી.
