Western Times News

Gujarati News

કોંગ્રેસન નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને વોટ આપનાર દરેક વ્યક્તિનું અપમાન કર્યું છે : ભાજપ

કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીડિયો શેયર કર્યાે

મોદી વોટ માટે સ્ટેજ પર આવીને ડાન્સ પણ કરી લેશેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી,બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. આ દરમિયાન રાજકીય નેતાઓ એકબીજા પર આક્ષેપોની છડી વરસાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે બિહાર ચૂંટણીના પ્રચાર અભિયાનનો આરંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કરવાની સાથે કર્યાે છે.કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેયર કર્યાે છે, તેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘મોદીજી વોટ માટે સ્ટેજ પર આવીને ડાન્સ પણ કરી લેશે. તમે જે કહેશો, એ કરશે, પરંતુ ચૂંટણી પહેલા.

ચૂંટણી પછી મોદી અંબાણીના લગ્નમાં દેખાશે, સૂટ-બૂટવાળાઓ સાથે દેખાશે. ખેડૂતો અને મજૂરો સાથે દેખાશે નહીં.’ભાજપ વોટચોરીની સાથે ચૂંટણી પરિણામોમાં છેડછાડ કરવા માટે ચૂંટણી પંચની સાથે મિલીભગત કરે છે. રાહુલે એમ પણ કહ્યું કે તેમને ફક્ત તમારા વોટ જોઈએ છે. જો તમે નરેન્દ્ર મોદીને નાચવાનું કહેશો તો એ નાચશે. કારણ કે એ આ ચૂંટણીની બીમારીને ખતમ કરવા ઈચ્છે છે.

હું તમને કહી રહ્યો છું કે તેમણે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી ચોરીથી જીતી છે, અને હવે બિહારમાં પણ એ જ કરશે. રાહુલે મુખ્યમંત્રી નીતીશકુમાર પર શાબ્દિક પ્રહાર કરીને કહ્યું કે, એ ૨૦ વર્ષથી સત્તામાં છે તેમ છતાં બિહારમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રમાં ગંભીર પરિસ્થિતિ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પલટવાર કરીને ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને વોટ આપનાર દરેક વ્યક્તિનું અપમાન કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.