Western Times News

Gujarati News

ગુજરાતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધીમાં કુલ 72,544 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ

અમદાવાદ, દેશભરમાં સાયબર ક્રાઇમ ફ્રોડના કેસનો રાફડો ફાટયો છે. તાજેતરમાં સીઆઇડી ક્રાઇમે આવા ફ્રોડના ગુન્‍હાના આંકડા જાહેર કર્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. અહીં ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતના લોકો પણ આવી છેતરપીંડીનો ભોગ બની મરણમૂડી સમાન નાણા ગુમાવવામાં પાછળ નથી. ગુજરાતમાં લગભગ જાન્‍યુઆરીથી સપ્‍ટેમ્‍બર – ૨૫ સુધીમાં ૭૨૫૪૪ ફરીયાદો થવા પામી છે.

⚠️ ચોંકાવનારા આંકડા

  • ગુજરાતમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધીમાં કુલ 72,544 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ.
  • અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત નાના ગામો પણ આ છેતરપીંડીથી પ્રભાવિત.

💸 છેતરપીંડીના સામાન્ય રૂપ

  • સસ્તી લોન, શેરબજારમાં નફો, સરકારી નોકરી, આવાસ જેવી લાલચ આપતી કોલ્સ
  • આધારકાર્ડનો ઉપયોગ કરીને લોન મેળવવાનો દાવો
  • ડિજિટલ એરેસ્ટની ધમકી આપતી કોલ્સ

🧠 માનસિકતા અને ભૂલ

  • લોકો ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આવીને વિચાર વિના નિર્ણય લે છે
  • આ માનસિકતા તેમને મરણમૂડી ગુમાવવાની સ્થિતિમાં મૂકે છે

📞 તાત્કાલિક પગલાં

  • આવા કોલ્સ આવે તો ફોલો ન કરો, ગભરાવા નહિ
  • તરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરો
  • જો 30 મિનિટમાં જાણ થાય તો પૈસા ટ્રાન્સફર અટકાવી શકાય અને રકમ પરત મળવાની શક્યતા રહે છે

જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત અનેક નાના ગામોનો પણ સમાવેશ થયેલ છે. આવા સાયબર ફ્રોડના બનાવો બનવા પાછળ એક માત્રને માત્ર માનવીય ભુલ ઉપરાંત લોભ-લાલચ ઝડપથી પૈસા કમાવવાની વૃતિ હોય છે. આવી માનસિકતાને કારણે જ લોકો વગર વિચાર્યે સાહજીક ભુલ કરી બેસે છે અને પોતાની જીવનભરની મરણમુડી ગુમાવે છે.

આ પ્રકારના સાયબર ફ્રોડના ગુન્‍હાના સમાચાર દરરોજ ગુજરાતના માતબર અખબારોમાં લોક જાગૃતિ માટે પ્રસિધ્‍ધ થતા રહે છે. હજુ સમય છે દરેક લોકોએ જાગૃત થવાનો આપના મોબાઇલ પર કોઇપણ વ્‍યકિત આપને સસ્‍તી લોન આપવાની, શેરબજારમાં સારો નફો આપવાની, સરકારી નોકરી કે આવાસ અપાવી દેવાની તમારા આધારકાર્ડનો ઉપયોગ કરી કોઇએ મોટી લોન (તમારા નામે મેળવી છે) કોઇ અધિકારીના નામે તમે કૌભાંડ કર્યુ છે માટે તમને ડીઝીટલ એરેસ્‍ટ કરવામાં આવે છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.