વડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ મુખ્યમંત્રીએ
વડોદરા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું
ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. તેઓ ત્યાં રાત્રિ રોકાણ કરી બીજા દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.
વડોદરા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ ઉપસ્થિત રહીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકાર્યા હતા.
