અમદાવાદમાં ૩૦૦થી વધુ સ્ટોલ પર દેશ-વિદેશના પુસ્તકોનું વેચાણ થશે
 
        પ્રતિકાત્મક
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બુક અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે-દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા(ભારત સરકાર) નાં સંયુકત ઉપક્રમે તા.૧૩ થી ૨૧ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટીવલ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. જે ૧૧ માં સંસ્કરણ તરીકે યોજાશે. આ ઉપરાંત ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પુસ્તક પ્રકાશક/વિક્રેતા ના સ્ટોલ બુકિંગ હાલમાં ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે, જેમાં ૩૦૦ થી વધુ સ્ટોલ પર દેશ-વિદેશના પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ થશે. વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત સૌથી વિશાળ પુસ્તક મહોત્સવ તરીકે યોજાનાર
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટીવલ દરમિયાન બાળકો, યુવાઓ, સાહિત્યરસિકો અને પુસ્તક પ્રેમીઓ માટે અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે.
લેખન કૌશલ્યની વર્કશોપ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કવીઝ સ્પર્ધા વગેરેનું આયોજન પણ કરવામાં આવેલ છે. અમદાવાદ ગાંધીનગર ના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાત સાહિત્ય અકાદમી,ગુજરાત પ્રકાશક મંડળ સાથેના સતત સંકલન અને સહયોગ થકી બુક ફેસ્ટિવલ ને અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના તમામ નાગરિકો શ્રેષ્ઠ લાભ લઈ શકે એ હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ગુજરાતના ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર વર્લ્ડ હેરીટેજ સીટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ફૂડ ફોર થાટ ફેસ્ લાવે છે. આ તહેવાર વાર્તાલાપ, કુકીગ સ્કીલ અને વિચારોના આદાનપ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ કુકીંગ વારસાની ઉજવણી માટેના એક અનોખા મંચ તરીકે બેન્ચમાર્ક સેટ કરવામાં આવનાર છે. કેટલીક મોટી હસ્તીઓ અને નિષ્ણાતો, માસ્ટર શેફ સાથેની વાનગીઓની શોધ સાથે સમગ્ર પરિવાર માટે અનુભવો દર્શાવતા ઇન્ફોટેનમેન્ટથી ભરપૂર રહેશે.
આ આયોજીત ફૂડ કોર્ટ બે થીમ રજૂ કરે છે જેમ કે, “લક્ઝરીનો સ્વાદ અનેપ્રાદેશિક સ્વાદ. આ ઇવેન્ટમા આધ્યાત્મિક મંડપ, લક્ઝરી મંડપ, લક્ઝરી સ્ટોલ્સ તેમજ રીજીયોનલ સ્ટોલ્સ હશે. આ ઇવેન્ટ સ્વાદ રસિકોના મન અને ટેસ્ટ ને આકર્ષિત કરશે, આતુર ફૂડ પ્રેમીઓથી લઈને ફૂડના જાણકાર, બ્લોગર્સ, હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના વ્યાવસાયિકોના મન અને ભાવનાને સમૃદ્ધ બનાવવાની ઉજવણીનું વચન આપે છે.

 
                 
                