Western Times News

Gujarati News

બ્રિટનના રાજાએ પોતાના જ ભાઈને મહેલ છોડવા આપ્યા આદેશ ?

એપસ્ટિન કેસના કારણે મહિનાની શરૂઆતમાં તેમણે ડ્યૂક આૅફ યાર્કની પોતાની ઉપાધિનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી

નવી દિલ્હી, બ્રિટનના કિંગ ચાર્લ્સે પોતાના નાના ભાઈ એર્ન્ડ્યૂ પાસેથી તેમની તમામ ઉપાધિ અને સન્માન પરત લેવાનો નિર્ણય કર્યાે છે. એર્ન્ડ્યૂને ઘરેથી કાઢી મૂકવાનો પણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બકિંઘમ પેલેસે ગુરૂવારે (૩૦ ઓક્ટોબર) જણાવ્યું કે, સ્વર્ગસ્થ યૌન અપરાધી જેફરી એપસ્ટીન સાથે એર્ન્ડ્યૂના સંબંધોના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

એર્ન્ડ્યૂને હવે રાયલ લાજ નામનું પોતાનું આવાસ છોડવા માટે નોટિસ આપવામાં આવી છે. તેથી તે હવે વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે. ચાર્લ્સના નાના ભાઈ અને સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથના બીજા પુત્ર, ૬૫ વર્ષીય એર્ન્ડ્યૂ પર તાજેતરના વર્ષાેમાં તેમના વર્તન અને એપ્સ્ટીન સાથેના સંબંધોને કારણે દબાણ વધી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે ડ્યૂક આૅફ યાર્કની પોતાની ઉપાધિનો ઉપયોગ બંધ કરવાની ફરજ પડી હતી.

બકિંઘમ પેલેસના નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એર્ન્ડ્યૂને લંડનના પશ્ચિમમાં વિંડસર એસ્ટેટ સ્થિત પોતાના રાયલ લાજ હવેલી છોડી દેવાની સત્તાવાર સૂચના આપવામાં આવી છે અને તેઓ પૂર્વી ઇંગ્લેન્ડમાં સેન્ડ્રિંઘમ એસ્ટેટ પર વૈકલ્પિક ખાનગી આવાસમાં જતા રહેશે. એર્ન્ડ્યૂ એક સમયે એક હિંમતવાન નૌકાદળ અધિકારી માનવામાં આવતા હતા અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં આર્જેન્ટિના સાથેના ફોકલેન્ડ યુદ્ધ દરમિયાન તેમણે લશ્કરમાં સેવા આપી હતી.

પરંતુ ૨૦૧૧માં તેમને બ્રિટનના વેપાર રાજદૂત તરીકેની ભૂમિકા છોડી દેવાની ફરજ પડી હતી, પછી ૨૦૧૯ માં તેમણે તમામ શાહી ફરજો છોડી દીધી હતી અને પછી ૨૦૨૨માં જાતીય ગેરવર્તણૂકના આરોપો વચ્ચે તેમના લશ્કરી જોડાણો અને શાહી સમર્થન છીનવી લેવામાં આવ્યું હતું, જેનો તેમણે હંમેશા ઇનકાર કર્યાે છે.સર્વેક્ષણો દર્શાવે છે કે, રાજવી પરિવાર વર્ષાેથી યુવા પેઢીઓનો ટેકો ગુમાવતું રહ્યું છે.

ચાર્લ્સે ૪૩ વર્ષીય વિલિયમના ટેકાથી રાજવી પરિવારનું રક્ષણ કરવાનું કામ કર્યું છે, જેને નિષ્ણાતો કોઈપણ રાજા માટે પ્રાથમિકતા માને છે.૧૯૬૩ માં, એડવર્ડ આઠમાએ રાજગાદી સંભાળ્યાના એક વર્ષ પછી જ રાજત્યાગ કર્યાે જેથી તેઓ છૂટાછેડા લીધેલા અમેરિકન સમાજસેવી સાથે લગ્ન કરી શકે. તેમણે ડ્યૂક આૅફ વિન્ડસરનું બિરુદ જાળવી રાખ્યું, પરંતુ તેમને બ્રિટનમાંથી દેશનિકાલ કરી દેવાયા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.