Western Times News

Gujarati News

ભારતીય મહીલા ક્રિકેટ ટીમ ૨ નવેમ્બરના રોજ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે

સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું

નવી દિલ્હી,ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડકપ ૨૦૨૫ ની બીજી સેમીફાઈનલ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે આ રોમાંચક મેચ ૫ વિકેટથી જીતીને ત્રીજી વખત ફાઈનલમાં એન્ટ્રી કરી. આ ભારતની મહિલા ODI વર્લ્ડકપની પાંચમી સેમીફાઈનલ હતી.પહેલા બેટિંગ કરતા ભારતને ૩૩૯ રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ જેમિમા રોડ્રિગ્ઝની શાનદાર સદીને કારણે ૪૮.૩ ઓવરમાં આ ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કરી લીધું.

ભારત હવે ૨ નવેમ્બરના રોજ ફાઈનલમાં સાઉથ આળિકાનો સામનો કરશે.આ મહિલા ODI ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન ચેઝ છે. આ પહેલા મહિલા ODI માં સૌથી વધુ રન ચેઝ ૩૩૦ રન હતો, જે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આ વર્ષની શરૂઆતમાં ભારત સામે હાંસલ કર્યાે હતો. જેમિમા રોડ્રિગ્ઝની ૧૨૭ રનની ઐતિહાસિક મેચ વિનિંગ ઈનિંગ જોવા મળી હતી.મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ૪૯.૫ ઓવરમાં ૩૩૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું.

ભારત સામેની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી લિચફિલ્ડે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. જ્યારે લિચફિલ્ડ અને પેરી ક્રીઝ પર હતા, ત્યારે એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા ૩૫૦થી વધુ રન બનાવશે, પરંતુ અમનજોતે લિચફિલ્ડને આઉટ કરીને ૧૫૫ રનની પાર્ટનરશીપ તોડી.લિચફિલ્ડ ૯૩ બોલમાં ૧૧૯ રન બનાવીને આઉટ થઈ. ત્યારબાદ પેરીએ જવાબદારી સંભાળી અને ૭૭ રન બનાવ્યા. તાહલિયા મેકગ્રા મેચમાં કંઈ ખાસ કરી શકી નહીં અને ૧૨ રન બનાવીને રન આઉટ થઈ ગઈ.

પરંતુ એશ્લે ગાર્ડનરે અંતમાં ઝડપી ઈનિંગ રમી, ઓસ્ટ્રેલિયાને ૩૦૦ રનને પાર પહોંચાડ્યો. ગાર્ડનર ૬૩ રન બનાવીને રન આઉટ થઈ. આ મેચમાં ભારત તરફથી શ્રી ચરાની અને દીપ્તિ શર્માએ ૨-૨ વિકેટ લીધી. જ્યારે અમનજોત કૌર, ક્રાંતિ ગૌર અને રાધા યાદવે ૧-૧ વિકેટ લીધી.ટાર્ગેટનો પીછો કરવા આવેલી ટીમ ઈન્ડિયાને આ મેચમાં સારી શરૂઆત મળી ન હતી. લાંબા સમય પછી ટીમમાં વાપસી કરતી શેફાલી વર્મા ૫ બોલમાં ૧૦ રન બનાવીને આઉટ થઈ ગઈ.

આ પછી ભારતને સ્મૃતિ મંધાનાના રૂપમાં બીજો ઝટકો લાગ્યો, તે ૨૪ બોલમાં ૨૪ રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્ઝે ભારતની ઈનિંગની કમાન સંભાળી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૬૭ રનની પાર્ટનરશીપ થઈ. આ મેચમાં હરમનપ્રીત ૮૯ રન બનાવીને આઉટ થઈ ગઈ. આ પછી દીપ્તિ શર્મા ૧૭ બોલમાં ૨૪ રન બનાવીને આઉટ થઈ ગઈ. બાકીનું કામ જેમિમા રોડ્રિગ્ઝે અને રિચા ઘોષે મળીને કર્યું. આ મેચમાં ભારત માટે જેમિમા રોડ્રિગ્ઝે મેચ વિનિંગ ઈનિંગ રમી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.