જય શાહ અને IOC અધ્યક્ષ વચ્ચે 2028 ઓલિમ્પિક્સની તૈયારી બાબતે શું ચર્ચા થઈ?
 
        આઈસીસી અધ્યક્ષ જય શાહ અને આઈઓસી અધ્યક્ષ કિર્સ્ટી કોવેંટ્રી વચ્ચે 2028 લોસ એન્જેલસ ઓલિમ્પિક્સની તૈયારી અને ઓલિમ્પિક્સની રમતોમાં ક્રિકેટની પુનઃ વાપસી અંગે ચર્ચા
Ahmedabad, આઈસીસી અધ્યક્ષ જય શાહે આ અઠવાડિયાની શરૂઆતમાં સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલા આઈઓસી સત્ર દરમિયાન આઈઓસી અધ્યક્ષ કિર્સ્ટી કોવેંટ્રીની મુલાકાત લીધી હતી.
બંનેએ 2028 લોસ એન્જેલસ ઓલિમ્પિક્સની તૈયારી કઈ દિશામાં અને ક્રિકેટની ઓલિમ્પિક રમતોમાં વાપસી અંગે ચર્ચા કરી હતી. તેમણે અત્યાર સુધી આ ક્ષેત્રે થયેલી પ્રગતિ અને ઓલિમ્પિક ગેમના વિકાસમાં ક્રિકેટ કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે એ વિષે ચર્ચા કરી હતી.
જય શાહે એક્સ (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કર્યું હતું: “આઈઓસી અધ્યક્ષ કિર્સ્ટી કોવેંટ્રી સાથે મળીને @LA28 ક્ષેત્રે એની તૈયારીઓ ને ક્રિકેટની ઓલિમ્પિક રમતોમાં વાપસી અંગે ચાલી રહેલી ચર્ચાઓને આગળ વધારવાનો આનંદ થયો. અમે અત્યાર સુધી થયેલી પ્રગતિ અને ઓલિમ્પિક ચળવળના વિકાસમાં ક્રિકેટ ભજવી શકે તેવી મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.”
ICC Chairman Jay Shah and IOC President Kirsty Coventry discuss the road to the 2028 Los Angeles Olympics and cricket’s return to the Olympic Games

 
                 
                