Western Times News

Gujarati News

‘વશ લેવલ ૨’ના હિન્દી વર્ઝન માટે પ્લેટફોર્મે ૩.૫ કરોડ ચૂકવ્યા

મેકર્સે ફિલ્મ હિન્દીમાં પણ ડબ કરી છે

એક અઠવાડિયા પહેલાં ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ ૨’ અને તેનું હિન્દીમાં ડબ થયેલું વર્ઝન ‘વશ વિવશ લેવલ ૨’ નેટફ્લિક્સ પર રિલીઝ કરાયા હતા

મુંબઈ, એક અઠવાડિયા પહેલાં ગુજરાતી ફિલ્મ ‘વશ લેવલ ૨’ અને તેનું હિન્દીમાં ડબ થયેલું વર્ઝન ‘વશ વિવશ લેવલ ૨’ ૨૨ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યા છે. કોઈ ગુજરાતી ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હોય એવી આ પહેલી ઘટના છે. એટલું જ નહીં, આ ફિલ્મ આ પ્લેટફોર્મ પર ઐતિહાસિક વળતર સાથે સ્ટ્રીમ થઈ રહી છે.

સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “નેટફ્લિક્સે વશ લેવલ ૨ અને વશ વિવશ લેવલ ૨ માટે ૩.૫૦ કરોડ જેવી મોટી રકમ ચુકવી છે. કોઈ ઓટીટી પ્લેટફોર્મે કોઈ ગુજરાતી ફિલ્મ માટે ચુકવેલી આ સૌથી મોટી રકમ છે.”સુત્રએ આગળ જણાવ્યું, “વશ લેવલ ૨ અને વશ વિવશ લેવલ ૨ થિએટરમાં પણ ઘણી સારી ચાલી હતી, કારણ કે આ ફિલ્મ ઘણી સારી બનાવાઈ છે. મેકર્સે આ ફિલ્મ હિન્દીમાં પણ ડબ કરી છે. તે પણ સિનેમામાં સારી ચાલી છે. તેનાથી નેટફ્લિક્સને પ્રેરણા મળી કે તેઓ નોન ગુજરાતી ઓડિયન્સને પણ આ ફિલ્મ જોવાની તક મળવી જોઈએ. ત્રીજું કે આ એક અલૌકિક દુનિયાની વાત કરતી ફિલ્મ છે, આ પ્રકારની ફિલ્મ વિશ્વમાં દરેકને આકર્ષે છે.”

સુત્રએ આગળ જણાવ્યું, “એક કારણ એવું પણ છે કે આ લોકપ્રિય સિરીઝની ફિલ્મ છે. ૨૦૨૩માં આવેલી પહેલી વશની હિન્દી રીમેક શૈતાનમાં અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા મહત્વના રોલમાં હતા. આ ફિલ્મ ૨૦૨૪માં આવી હતી અને તે પણ સફળ રહી હતી. એટલું જ નહીં, ૭૧મા રાષ્ટ્રિય પુરસ્કારોમાં વશ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મ અને જાનકી બોડિવાલાને બેસ્ટ એક્ટ્રેસ ઇન સપો‹ટગ રોલમાં એવોર્ડ મળ્યો હતો. જાનકીએ જ એ જ રોલ શૈતાનમાં પણ કર્યાે હતો. આ બધી જ બાબતોને કારણે નેટફ્લ્કિસે પોતાના નિયમો અને ધોરણોથી વિરુદ્ધ જઇને આ રકમ ચુકવવાનો નિર્ણય લીધો છે.”

ઇન્ડસ્ટ્રીના અન્ય સુત્રોના જણાવ્યા અનુસાર, “આ ડીલ મુજબ નેટફ્લ્કિસ ૩.૫ વર્ષ સુધી આ ફિલ્મ સ્ટ્રીમ કરશે. નેટફ્લ્કિસ એકમાત્ર પ્લેટફર્મ છે, જેના પર આ ફિલ્મના બંને વર્ઝન એક વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. એક વર્ષ પછી મેકર્સને આઝાદી હશે કે તેઓ અન્ય પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ મુકી શકશે.”અગાઉ ગુજરાતી ફિલ્મોને વ્યુઅરશિપના આધારે ક કરોડથી પણ ઓછી રકમ મલતી હતી. તેથી આ ડિલ ઘણી નોંધપાત્ર અને મહત્વની છે. જો આ ફિલ્મને પ્લેટફર્મ પર સારા વ્યુ મળશે તો તેમને અગળ અન્ય ફિલ્મ માટે પણ પુરતી રકમ આપવા પ્રોત્સાહન મળશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.