Western Times News

Gujarati News

દુનિયામાં સરહદો ન હોવી જોઈએ : દિલજીત

દિલજીતની અપકમિંગ ફિલ્મોમાં બોર્ડર ૨ હશે જેમાં આ ફિલ્મમાં દિલજીત સાથે સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી છે

આૅસ્ટ્રેલિયામાં કરાયેલી રેસિસ્ટ કોમેન્ટ મામલે દિલજીત દોસાંઝનું દર્દ છલકાયું

મુંબઈ, સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ પોતાની નવી આલ્બમ છેંઇછ માટે વર્લ્ડ ટૂર પર છે. સિડની કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં દિલજીતે બેકસ્ટેજ તૈયારીઓની ઝલક દેખાડી. એક્ટરે અહીં એક મોટો ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે, આૅસ્ટ્રેલિયામાં મારે રેસિસ્ટ કોમેન્ટનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકોએ મને ‘કેબ ડ્રાઈવર’ કહીને બોલાવ્યો હતો. એક યુટ્યુબ વીડિયોમાં દિલજીતે જણાવ્યું કે, હું જ્યારે આૅસ્ટ્રેલિયા પહોંચ્યો ત્યારે પાપારાઝીઓએ મને ક્લિક કરવાનું શરૂ કરી દીધું.

જ્યારે તેમણે ફોટા શેર કર્યા ત્યારે લોકોએ રેસિસ્ટ કોમેન્ટ કરી. કેટલીક એજન્સીઓએ રિપોર્ટ કર્યાે કે, હું આૅસ્ટ્રેલિયા આવી ગયો છું. કોઈકે મને તે પોસ્ટ્‌સ પર કરેલી કોમેન્ટ્‌સ મોકલી. તેમાં લોકો કહી રહ્યા હતા કે, ‘નવો ઉબેર ડ્રાઈવર આવી ગયો,’ અથવા ‘નવો ૭-૧૧ કર્મચારી આવી ગયો છે.’ મેં આવી ઘણી રેસિસ્ટ કોમેન્ટ જોઈ. મારું માનવું છે કે દુનિયા એક હોવી જોઈએ અને કોઈ પ્રકારની સરહદ ન હોવી જોઈએ. દિલજીતે કહ્યું કે, કેબ ડ્રાઈવર સાથે મારી તુલના કરવા પર મને કોઈ વાંધો નથી, કારણ કે આ લોકો દેશના કામકાજને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મારી કેબ ડ્રાઈવર અથવા ટ્રક ડ્રાઈવર સાથે તુલના કરવા પર મને કોઈ વાંધો નથી. જો ટ્રક ડ્રાઈવર ન હોત તો આપણા ઘરે ખોરાક ન પહોંચત. હું ગુસ્સે નથી અને જે લોકો આવી વાતો કરે છે તેમના પ્રત્યે પણ મારા મનમાં પ્રેમ છે. દિલજીતનો આ વીડિયો જોઈને ચાહકો ભાવુક થઈ ગયા. ચાહકોએ એક્ટરને સપોર્ટ કર્યાે છે. વર્કળન્ટની વાત કરીએ તો દિલજીત પંજાબીથી લઈને હિન્દી ફિલ્મોમાં છવાઈ ગયો છે. તે તાજેતરમાં પંજાબી ફિલ્મ સરદાર જી ૩ અને હિન્દી ફિલ્મ ડિટેક્ટીવ શેરદિલમાં નજર આવ્યો હતો.

તેની ફિલ્મ સરદાર જી ૩ એ ઘણો હોબાળો થયો હતો. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની કાસ્ટિંગ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ ફિલ્મ હજુ સુધી ભારતમાં રિલીઝ નથી થઈ, પરંતુ વિદેશમાં રિલીઝ થઈ ચૂકી છે.દિલજીતની અપકમિંગ ફિલ્મોમાં બોર્ડર ૨ સામેલ છે. આ ફિલ્મમાં દિલજીત સાથે સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી છે. ૧૫ ઓક્ટોબરના રોજ દિલજીતે પોતાનું આલ્બમ છેંઇછ રિલીઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટર પોતાના ટૂરના વીડિયો શેર કરતો રહે છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.