મહિલાઓમાં કેન્સરના નવા કેસમાં પ્રમાણ 13.5 ટકા અને કેન્સરથી થતાં મૃત્યુમાં પ્રમાણ 10.6 ટકા
 
        “કેન્સર જીવનનો અંત નથી. જીવન તેનાથી પણ આગળ છે. મેં હિંમતથી તેનો સામનો કરવાનું પસંદ કર્યું અને પીડાજનક સમયને એક નવી શરૂઆતમાં તબદીલ કર્યું.”-ટેડએક્સ સ્પીકર રિંકુ અગ્રવાલ
અપોલો કેન્સર સેન્ટર્સે ‘ચેક-ઓલેટ’ સાથે ચોકલેટને હેલ્થ રિમાઇન્ડરમાં તબદીલ કર્યું, પોતાની કાળજી માટે થોડો સમય ફાળવવાનું સ્વિટ રિમાઇન્ડર દરેક મહિલાને પોતાની જાત માટે થોડો સમય ફાળવવાની યાદ અપાવતી ટ્રીટ
અમદાવાદ, અપોલો કેન્સલ સેન્ટર્સ (એસીસી)એ સ્તન કેન્સર જાગૃકતા મહિનામાં ‘ચેક-ઓલેટ’ દ્વારા જાગૃતિનો પ્રસાર કરતી એક વિશિષ્ટ પહેલ રજૂ કરી છે. તે યાદ અપાવે છે કેઃ તમારી જાત માટે થોડો સમય ફાળવો.
Apollo Cancer Centres Turns Chocolates into Health Reminders with ‘Check-Olate’—A Sweet Pause That Could Save Your Life.
ગ્લોબોકેન અનુસાર સ્તન કેન્સર ભારતીય મહિલાઓમાં કેન્સરના કેસો અને મૃત્યુદરનું મુખ્ય કારણ છે અને કેન્સરના નવા કેસમાં તેનું પ્રમાણ 13.5 ટકા અને કેન્સરથી થતાં મૃત્યુમાં તેનું પ્રમાણ 10.6 ટકા છે. આ કેસોમાં વધારો થવા છતાં સ્ક્રિનિંગનો દર ચિંતાજનકરૂપે નીચો છે તથા 30-69 વર્ષની માત્ર 1.6 ટકા મહિલાઓ જ સ્ક્રિનિંગ (એનસીબીઆઇ) કરાવ્યું છે. વધુ જાગૃકતા અને નિવારક પગલાંની તાત્કાલિક આવશ્યકતાને ધ્યાનમાં લેતાં એસીસીનો ઉદ્દેશ્ય ચેક-ઓલેટના માધ્યમથી સેલ્ફ-કેરને સામાન્ય બનાવવા તથા મહિલાઓને માસિક ધોરણે સ્વ-તપાસ માટે સશક્ત બનાવવાનો છે, જેથી તેમને પોતાના સ્વાસ્થ્ય ઉપર નિયમિત ધોરણે દેખરેખ રાખવામાં મદદ મળી રહે.

અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન ડો. પ્રીથા રેડ્ડીએ કહ્યું હતું કે, “જો મહિલાઓ સ્વસ્થ હોય તો રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. દરેક મહિલાની સુખાકારી તેને પરિવાર, સમુદાય અને અર્થતંત્રને મજબૂતાઇ પ્રદાન કરે છે. મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત અંતરને દૂર કરવાથી વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વાર્ષિક અંદાજે 1 ટ્રિલિયન ડોલરનો ઉમેરો થઇ શકે છે.
અપોલો ખાતે અમે મહિલાઓના સ્વાસ્થ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા અને સહિયારી જવાબદારી માનીએ છીએ. અપોલો કેન્સર સેન્ટર્સ દ્વારા અમે વહેલા નિદાન, સમયસર હસ્તક્ષેપ અને એક એવી સંસ્કૃતિની રચના કરી રહ્યાં છીએ કે જ્યાં સક્રિય કેર સામાન્ય બાબત હોય. ચેક-ઓલેટ પહેલ આ મીશનની દિશામાં વધુ એક કદમ છે, જે મહિલાઓને યાદ અપાવે છે કે સેલ્ફ-કેર કોઇ વિશેષાધિકાર નહીં, પરંતુ શક્તિ છે, જે સ્વસ્થ, મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતના નિર્માણને પ્રોત્સાહન આપે છે.”
અભિનેત્રી અને લેખિકા ટિસ્કા ચોપરાએ કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ ચોકલેટ પસંદ કરે છે, જે આપણા દૈનિક જીવનમાં ખુશીઓ લાવે છે. ચોક-ઓલેટ ખૂબજ વિશિષ્ટ પહેલ છે કારણકે તે મહિલાઓને પોતાની કાળજી રાખવાની મીઠી યાદ અપાવે છે. આ ડાર્ક ચોકલેટના બાર જેટલું જ સરળ છે, જે મહિલાઓને નિયમિતરૂપે તેમના સ્તનની જાતે તપાસ કરવા પ્રોત્સાહન આપે છે. મારું માનવું છે કે આવી રચનાત્મક પહેલથી મહિલાઓ તેમના સ્વાસ્થ્યને ખરા અર્થમાં સમજવા માટે સશક્ત બને છે અને જાગૃકતામાં વધારો થાય છે.”
ડાર્ક ચોકલેટનો પ્રત્યેક બાર (ચેક-ઓલેટ)માં ક્યુઆર કોડ છે. આ કોડને જ્યારે સ્કેન કરવામાં આવે ત્યારે એક એનિમેટેડ વિડિયો સ્તન સ્વ-પરિક્ષણ વિશે સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપે છે.
અપોલો કેન્સર સેન્ટર્સ, અમદાવાદ ખાતે લીડ કન્સલ્ટન્ટ, બ્રેસ્ટ એન્ડ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડો. અનઘા ઝોપેએ કહ્યું હતું કે, “જ્યારે બ્રેસ્ટ કેન્સરની વાત આવે ત્યારે વહેલું નિદાન મહત્વપૂર્ણ હોવાની સાથે-સાથે જીવનરક્ષક પણ છે. એસીસી ખાતે અમે જોયું છે કે કેવી રીતે સમયસર સ્ક્રિનિંગ અને જાગૃકતાથી પ્રારંભિક તબક્કામાં નિદાન અને સારવાર દ્વારા મોટી સંખ્યામાં મહિલાઓનું જીવન બચ્યું છે.
ચોક-ઓલેટ ખુશીની એક પળને સક્રિય સ્વાસ્થ્યની યાદ અપાવતી એક પહેલ છે. ડાર્ક ચોકલેટ તેના એન્ટીઓક્સિડન્ટ અને વ્યક્તિના મૂડમાં સુધારો કરતા ગુણો માટે જાણીતી છે અને તે દરેક મહિલાને મહિનામાં થોડી જ મીનીટ ફાળવીને સરળ સ્વ-પરિક્ષણ કરવાની યાદ અપાવે છે. આ સંદેશાને વધુ સરળ અને પ્રાસંગિક બનાવીને અમારું લક્ષ્ય ડરને જાગૃકતા અને એક્શનમાં તબદીલ કરવાનું છે.”
અપોલો કેન્સર સેન્ટર્સ, અમદાવાદ ખાતે કન્સલ્ટન્ટ બ્રેસ્ટ ઓન્કો સર્જન ડો. શુભ સિન્હાએ કહ્યું હતું કે, “જાગૃકતા નિવારણની દિશામાં પ્રથમ પગલું છે. મહિલાઓ જાગૃકતાને સરળ અને નિયમિત આદત તરીકે અપનાવે તે મહત્વપૂર્ણ છે.
દર મહિને થોડી જ મીનીટોમાં સ્વ-પરિક્ષણથી વહેલું નિદાન સંભવ છે, જે વ્યક્તિને વધુ સારા પરિણામો અને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવામાં ઉપયોગી બની રહે છે. અમારું લક્ષ્ય સેલ્ફ-કેરને વ્યક્તિના સ્વભાવ સાથે જોડવાનું છે કારણકે દરેક મહિલાને વહેલા નિદાન, તાત્કાલિક પગલાં ભરવા અને જીવનની સંપૂર્ણ રીતે જીવવાની તક મળવી જોઇએ.”
બ્રેસ્ટ કેન્સરની સફર વિશે વાત કરતાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર (ઇસરો)ના સિનિયર સાયન્ટિસ્ટ/એન્જિનિયર અને ડિપાર્ટમેન્ટ હેડ તથા ટેડએક્સ સ્પીકર રિંકુ અગ્રવાલે કહ્યું હતું કે, “કેન્સર જીવનનો અંત નથી. જીવન તેનાથી પણ આગળ છે. મેં હિંમતથી તેનો સામનો કરવાનું પસંદ કર્યું અને પીડાજનક સમયને એક નવી શરૂઆતમાં તબદીલ કર્યું.
મારા પરિવાર અને મિત્રોનો પ્રેમ અને સપોર્ટ મારી શક્તિ બન્યો અને તેનાથી મને સતત આગળ વધવાની પ્રેરણા મળી. કેન્સરના દર્દીઓને સહાનુભૂતિની નહીં, પરંતુ પ્રેમ, કાળજી અને સપોર્ટની જરૂર છે, જેથી તેઓ મૂશ્કેલ સમયમાં પડકારોને પાર કરીને આગળ વધી શકે. કાળજી, પ્રોત્સાહન અને સમજણની દરેક નાની પહેલ રિકવરીની સફરને વધુ સરળ બનાવી શકે છે તેમજ કેન્સર બાદ જીવનને વધુ સાર્થક બનાવી શકે છે.”
ચેક-ઓલેટ પ્રતિકાત્મક હૂંફની સાથે-સાથે ડાર્ક ચોકલેટના સ્વાસ્થ્ય લાભો ઉપર પણ પ્રકાશ પાડે છે. એનસીબીઆઇ મૂજબ ડાર્ક ચોકલેટ એન્ટીઓક્સિડન્ટથી ફ્લેવોનોઇડ્સથી ભરપૂર હોય છે, જે બળતરા ઘટાડવામાં, હ્રદયના આરોગ્યને સપોર્ટ કરવામાં તથા વ્યક્તિના મૂડમાં સુધારો કરવામાં મદદરૂપ છે. સંશોધન દર્શાવે છે કે તેની ત્વચા, કાર્ડિયોવાસ્ક્યુલર અને મેટાબોલિક હેલ્થ ઉપર પણ સકારાત્મક અસરો જોવા મળે છે. આ પહેલ તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવાની યાદ અપાવે છે.
‘ચેક-ઓલેટ’ સ્તન કેન્સર જાગૃકતા મહિના પહેલથી પણ વિશે છે. આ પહેલ મહિલાઓને સરળ અને અર્થસભર પગલાં દ્વારા તેના સ્વાસ્થ્ય ઉપર નિયંત્રણ મેળવવામાં મદદરૂપ બને છે. આ પહેલથી સેલ્ફ-કેર માટે પ્રોત્સાહન આપતાં અપોલો કેન્સર સેન્ટર્સ પુનઃવ્યાખ્યાયિત કરે છે કે કેવી રીતે હેલ્થકેર કમ્યુનિકેશન સહાનુભૂતિ, રચનાત્મકતા અને સ્પષ્ટ હેતુ સાથે જોડાઇ શકે છે.

 
                 
                