પાંડેસરા GIDCમાં ડાઈંગ મિલમાં આગ લાગતાં 25 શ્રમજીવીઓના જીવ તાળવે ચોંટયા
 
        સુરત, શહેરમાં તાલમાં દિવાળી વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પડેિસસ ખાતે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક વખત મિલમાં આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાને પગલે મીલમાં કામ કરી રહેલા કર્મચારીઓનો જીવ પણ તાળવે ચોટલો હતો.
અલબત્ત, ઘટના વિકરાળ સ્વરૂપ પારણ કરે તે પહેલાં જ ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તાત્કાલિક ઘટના સ્થાળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ આગને પગલે મિલમાં કામ કરી રહેલા શ્રમજીવીઓ પણ ત્વરિત મિલની બહાર દોડી ગયા હતા. જેને પગલે તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઇડીસી ખાતે ઓરિએન્ટ ડાઇંગ મિલ આવેલી છે. ગઈકાલે રાત્રે રાબેતા મુજબ કારીગરો પોતાના કામમાં વ્યસ્ત હતા.
દરમિયાન સેન્ટર મશીન વિભાગમાં સેન્ટર મશીનમાં આગ લાગી ગઈ હતી. આશરે ૧૦:પર કલાકે આ ઘટના અંગે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. બીજી તરફ સેન્ટર મશીન વિભાગમાં આગ લાગવાને પગલે ત્યાંહાજર કારીગરોમાં ભાગદોડ મંગી જવા પામી હતી. જોકે ત્યાં હાજર કારીગરો દ્વારા આગને બુજાવવા માટે ફાયર એક્ટિગ્યુશરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 
                 
                 
                