Western Times News

Gujarati News

ATMમાં ચોરીનો પ્રયાસ: તસ્કરોએ રૂા. ૧.૫૦ લાખનું નુક્સાન કર્યું

સુરત, શહેરના પડેિસરા વિસ્તારમાં વડોદ ગામમાં આવેલ ઇન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીના એટીએમ ને તસ્કરોએ નિશાન બનાવવાની કોશિશ કરી હતી. તસ્કરોએ શટર તોડી નાખી એટીએમ મશીનમાં તોડફોડ કરી ચોરીની કોશિશ કરી હતી..

પરંતુ તેઓ ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા પરંતુ તેઓએ એટીએમ મશીન તથા ગટર મળીને કુલ રૂપિયા ૧.૫૦ લાખનું નુક્સાન પહોંચાડ્યું છે. જેથી આખરે કંપનીના કર્મચારીએ આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં હરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચૌર ઈસમ સામે ચોરીની કોશિશ ના ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ મધ્ય પ્રદેશના પાર જિલ્લામાં મહેશ્વર રોડ પર વન વિભાગની સામે ભાગવત કોલોની માં રહેતા પ્રણય સુભાષભાઈ જોશી એ ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રણયભાઈ ઈન્ડિયા વન પેમેન્ટ લિમિટે: કંપનીમાં ફરજ બજાવે છે. તેઓએ ગતરોજ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંડેસરા વડોદ ગામમાં આવેલ જગદંભા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મુનક્ષાઈટ: કમ્પાઉન્ડમાં ઇન્ડિયા વન પેમન્ટ લિમિટેડ કંપનીનું એટીએમ મશીન આવેલું છે. જેને ગતરોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તારીખ ૨૮/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧ થી ૧૧:૩૦ વાગ્યાના સમયગાળાની અંદર અજાણ્યા ચોર ઈસમોએ મુંનલાઈટ કમ્પાઉન્ડમાં ઇન્ડિયા વન પેમેન્ટ લિમિટેડ કંપનીના એટીએમ ને નિશાન બનાવવા માટે દુકાનનું શટર તોડી નાખી એટીએમ મશીનમાં તથા એસ એન જીલોક, ભેટરી રૂમ ડોર તથા કેમેરાના કેબલ તોડી નાખ્યા હતા અને ચોરીની કોશિશ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.