ખુરશી પર બેઠેલા એમ્બ્રોઈડરી ખાતેદારનું અચાનક બેભાન થયા બાદ મોત: હાર્ટ એટેકની શક્યતા
 
        સુરત, શહેરમાં છેલ્લા ઘણક્ષા સમયથી અચાનક ભેભાન થઈ જવાને પગલે તેમજ હાર્ટ એટેકને કારણે એક પછી એક યુવાનો અને આધેડ વયના વ્યક્તિઓના મોત નીપજ્જ રહ્યા છે.
દરમિયાન આ ઘટનાઓ હજી પણ પથાવત રહેવા પામી છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરી કારખાનેદારનું ખાતામાં જ ખુરશી ઉપર બેઠા બેઠા અચાનક બેભાન થઈ જવાને પગલે મોત નીપજયું હતું જોકે તેમના મોત પાછળ હાર્ટ અટેક હોવાનું કારણ હાલમાં પરિવારજનો હારા જણાવવામાં આવી રહ્યું છે.
અમરોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ગજેરા સહેલ પાસે આવેલ નંદીગ્રામ સોસાયટીમાં રમેતા ૪૭ વર્ષીય પ્રવીણભાઈ પ્રેમજીભાઈ લાઠીયાનું અમરોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરીનું ખાતું આવેલું છે દરમિયાન ગઈકાલે તેઓ ખાતામાં પોતાની ઓફિસમાં ખુરશી ઉપર બેઠા હતા. ખુરશી ઉપર બેઠા બેઠા અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા કર્મચારી સહી કરાવવા પહોંચ્યો ત્યારે કારખાનેદાર ખુરશી પર ઢળેલા હતા.
જપારે તેમના પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક ત્યાં ડોડી ગયા હતા અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા વધુમાં તેમના સમા અમરીશભાઈએ જણાવ્યું હતુ કે પ્રવીણભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે અને અમરોલી વિસ્તારમાં તેમનું એમ્બ્રોઈડરીનું ખાતું આવેલું છે.
ગઈકાતો તેઓ ખાતાની ઉપર ટેરેસ પર તેમની ઓફિસમા એકલા જ ખુરશી ઉપર બેઠા હતા ત્યારે અચાનક તેઓ ભેભાન થઈ ગયા હતા. જોકે ત્યારે આ અંગે કોઈને ખબર ન હતી, કેટલાક સમય બાદ મટીરીયલ્સ લેવા આવતો એક વ્યક્તિ તેમનો સિગ્નેચર કરાવવા ગયો હતો ત્યારે તેમને ખુરશી ઉપર બેભાન જોઈને તેણે તેમના કારીગરોને જાણ કરી હતી
ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે ખબર પડી હતી અને પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે મદટે એટેકના લીધ તેમનું મૌત થયું હોવાનું લાગી રહ્યું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૌતનું સાચું કારણ જાણવા મળી શકે છે.આ અંગે હાલમાં અમરોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 
                 
                 
                