Western Times News

Gujarati News

બાઈક અકસ્માતની સામાન્ય તકરારમાં યુવકની હત્યાની કોશિશ

પ્રતિકાત્મક

સુરત, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ પોતાની મોપેડ લઈ અમરોલી વિસ્તારમાં આવેલ રજવાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે અમરોલી આવાસમાં રહેતા ત્રણ યુવકો બાઈક લઈને રજવાડી ચાર રસ્તા પાસે આવ્યા હતા. જેથી બંનેની બાઈક સામસામે અથડાઈ ગઈ હતી.

જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો. આ બનાવમાં કોસાડ આવાસમાં રહેતા ગણેષ ઈસમોએ મોપેડ ચાલક યુવકને ઢીકમુક્કીનો ઢોર માર મારી પોતાની પાસેનું ચપ્પુ કાઢી ઉપરાછાપરી જીવલેણ યા મારી કઈ ગંભીર ઈજા પહોંચાડી હત્યાની કોશિશ કરી હતી.

જેથી આખરે ભોગ બનનાર યુવકના મોટાભાઈએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં હરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેષ પુવકો સામે હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મહારાષ્ટ્રના અંકોલા ગામના વતની અને સુરતના કોસાડ આવાસ અમરોલી વિસ્તારમાં આવેલ ગૌશાળા આવાસ માં રહેતો અક્ષય ઉર્ફે વાંગો દિપકભાઈ શિવરામભાઈ ગવઈ એ ગઈકાલે અમરોલી પોલીસ મથકમાં કોસાડ આવાસમાં જ એતા શિવમ ઉર્ફે કાલી કનોજીયા તથા સમીર ઉર્ફે કાલી શેખ અને સુમિત પાંડે સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં અક્ષય ઉર્ફે વાંગો એ જણાવ્યું હતું કે ગત તારીખ ૩૦-૧૦-૨૦૨૫ ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં અક્ષયનો ભાઈ રવિ પોતાની મોપેડ લઈ અમરોલીમાં રજવાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.