IHCLએ ગુજરાતના એકતાનગરમાં બે હોટલ શરૂ કરી
 
        સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી કરતાં આઈએચસીએલે બે હોટલનું ઉદ્ધાટન કર્યું છે.
મુંબઈ, ભારતની અગ્રણી હોસ્પિટાલિટી કંપની ઈન્ડિયન હોટલ્સ કંપની (IHCL)એ વિવાન્તા અને જિંજર બ્રાન્ડ હેઠળ બે નવી હોટલના લોન્ચિંગ સાથે એકતા નગરમાં નોંધનીય પ્રવેશ કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ 2025ની ઉજવણી કરતાં આઈએચસીએલે બે હોટલનું ઉદ્ધાટન કર્યું છે.
આઈએસચીએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર શ્રી પુનીત છઠવાલે આ અંગે જણાવ્યું હતું કે, “આજે એકતા નગરમાં બે નવી ગ્રીનફિલ્ડ હોટલ્સના ઉદ્ધાટન સાથે આઈએચસીએલે નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ મલ્ટી બ્રાન્ડના ઉદ્ઘાટન સાથે આઈએચસીએલની ભારતના પ્રવાસન ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાની પ્રતિબદ્ધતાને વેગ આપે છે, તેમજ એકતા નગરને વર્લ્ડ–ક્લાસ સ્થળ તરીકે વિકસિત કરવામાં ફાળો આપે છે.”
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, “બે હોટલના ઉદ્ઘાટન સાથે આઈએચસીએલ તેની ફૂટપ્રિન્ટનું વિસ્તરણ કર્યું છે. ગુજરાતમાં આઈએચસીએલ 39 હોટલનો પોર્ટફોલિયો ધરાવે છે. જિંજર એકતા નગર દેશમાં બ્રાન્ડની 75મી હોટલ બનવાની સાથે તે દેશના મીડ–સ્કેલ હોસ્પિટાલિટી સેગમેન્ટમાં ટોચની સિંગલ બ્રાન્ડ બની છે.”
વિવાન્તા એકતા નગર આઈકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ત્રણ કિમીના અંતરે સ્થિત છે, જે ગ્રાહકોને આઈએચસીએલની સિગ્નેચર હોસ્પિટાલિટીની હૂંફ અને સમકાલીન ડિઝાઇનનો અનેરો અનુભવ પ્રદાન કરે છે. સાપુતારા અને વિંધ્યની મનોહર પર્વતમાળાઓ વચ્ચે સ્થિત આ હોટલમાં 127 સુંદર રીતે સજ્જ રૂમ અને સ્યુટ છે જે પ્રકૃતિના ખોળે અદ્ભૂત દૃશ્યોનો લ્હાવો આપે છે.
મહેમાનો વિશિષ્ટ ભોજન અનુભવો, મીટિંગ્સ અને ઉજવણીઓ માટે વિવિધ સ્થળો તથા સ્પા, ફિટનેસ સેન્ટર, આઉટડોર પૂલ સહિત વિવિધ પ્રકારની સુખાકારી સુવિધાઓનો આનંદ માણી શકે છે. નર્મદાની રમણીય શાંતિપ્રિય આરતી જોવા, શૂલપાણેશ્વર મંદિરની મુલાકાત લેવા અને ફૂલોની ખીણની શોધ જેવા ક્યુરેટેડ અનુભવો મહેમાનોને પ્રદેશના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક ભાવના સાથે અધિકૃત જોડાણ પ્રદાન કરે છે.
વિવાન્તા અને જિંજર, એકતા નગરના જનરલ મેનેજર શ્રી કનૈયા જ્હાંએ આ અંગે જણાવ્યું હતું કે, “ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એકતા નગર ઉભરતુ ટોચનું સ્થળ બન્યું છે. જે મુસાફરીના વિવિધ અનુભવો પ્દાન કરે છે. ઉત્તમ ઉષ્માભેર સેવાઓ માટે જાણીતા અમે વાઈબ્રન્ટ વિવાન્તા અને ઉર્જાવાન જિંજર હોટલમાં મહેમાનોનું સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ.”
જિંજર એકતા નગર સુવિધા અને આરામની શોધ કરતાં પ્રવાસીઓ માટે આઈએચસીએલની સિગ્નેચર લીન-લક્ઝરી ફિલસુફી શ્રેષ્ઠ છે. આ હોટલ 151 સ્ટાઇલિશ રૂમ, ક્યુમિન રેસ્ટોરન્ટ ઓફર કરે છે જે ગ્લોબલ અને સ્થાનિક ભોજન, ફિટનેસ સુવિધાઓ અને બોર્ડરૂમ-શૈલીના મીટિંગ રૂમ આપે છે. જિંજર એકતા નગર આ પ્રદેશના કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો અને મનોરંજન આકર્ષણોની શોધ કરતા આધુનિક પ્રવાસીઓને સંતોષવા માટે રચાયેલી છે.
Incorporated by the founder of the Tata Group, Jamsetji Tata, the Company opened its first hotel – The Taj Mahal Palace, in Bombay in 1903. IHCL has a portfolio of 570 hotels including 302 in the pipeline globally across 4 continents, 14 countries and in over 250 locations. The Indian Hotels Company Limited (IHCL) is India’s largest hospitality company by market capitalization. It is listed on the BSE and NSE.
Please visit: IHCL; Taj; Claridges Collection; SeleQtions; Tree of Life; Vivanta; Gateway; Ginger

 
                 
                 
                