રાતના સમયે બારીમાંથી રેસ્ટોરેન્સમાં ઘૂસી નોકરે જ ૪.૮૦ લાખનો હાથફેરો કર્યો
પ્રતિકાત્મક
સુરત, રાંદેર વિસ્તારમાં અડાજન પાટીયા પાસે આવેલ રીવાસા મલ્ટીયુઝીગ રેસ્ટોરેન્સમાં કામ કરતા કર્મચારીએ રેસ્ટોરેન્સ ની ભારી તોડી રાત્રિના સમયે અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ડ્રોવરમાં મુકેલા રોકડા રૂપિયા ૪.૮૦ લાખ ચોરી લઈ પલાયન થઈ ગયો હતો.
જેથી આખરે ભોગ બનનાર રેસ્ટોરેન્સના માલિકે આ મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે ન્યુ મંદિર રોડ ઉપર આવેલ જેનમ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ ઈસ્માઈલ મોહમ્મદ યુસુફ ઝરીવાલા રામદેવ અડાજા પાછીયા પાસે રીવાસા મલ્ટીકયુઝીંગ રેસ્ટોરેન્સ ચલાવે છે. તેમની રેસ્ટોરેન્સમાં નાની દમલના દોરી કાઢયા ખાતે રહેતો દેવા ચીતા પાસવાન નોકરી કરતો હતો.
ગત. તારીખ ૨૭/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૨ વાગ્યાથી તારીખ ૨૮/૧૦/૨૦૨૫ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યાના અરસામાં રીવાસા મડટીયુઝીંગ રેસ્ટોરેન્સ બંધ હતી ત્યારે દેવા પાસવાને રેસ્ટોરેન્સની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો.
અને કાઉન્ટરના ટેબલનું ડ્રોવર કોઈ સાધન કે વેચ્યા વડે તોડી નાખી ડ્રોવરમાં મુકેલા રોકડા રૂપિયા ૪.૮૦ લાખ ચોરી કરી લીધા હતા અને હાર થઈ ગયો હતો. બનાવને પગલે મોહમ્મદ ઈસ્લાઈલ જરીવાલાએ રદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દેવા પાસવાન સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
