Western Times News

Gujarati News

૪૭ વર્ષમાં પહેલી વાર ઓક્ટો.માં સાબરમતીમાં ધરોઈ ડેમનું પાણી છોડાયું

મહેસાણા, ધરોઈ ડેમ ગુરુવાર સાંજે પ વાગ્યાની સ્થિતિએ ૪૦૦ ક્યુસેક પાણીની આવક વચ્ચે ૧૦૦ ટકા ભરાઈ ચૂકયો હતો. ડેમનું જળસ્તર જાળવવા ધરોઈ વિભાગ દ્વારા કુલ ર૪પપ ક્યુસેક પાણીને છોડવાનું શરૂ કર્યું છે. જે પૈકી ર૦પપ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં અને ૪૦૦ ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું.

આ માટે ડેમનો ૧ ગેટ ૧.૪૪ ફૂટે ખોલવામાં આવ્યો હતો. ધરોઈ વિભાગના વિશ્વસનીય સુત્રોના જણાવ્યા અનુસાર ૧૯૭૮ થી ર૦રપ સુધીના ૪૭ વર્ષના સમયગાળામાં પ્રથમ વખત ઓકટોબર મહિનાના અંતમાં ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ છે.

દરમિયાન ભાવનગર જિલ્લામાં અરબ સાગરમાં સર્જાયેલી ડિપ્રેશનની સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અસર હેઠળ સવારથી પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સાંજ સુધીમાં મહુવામાં સૌથી વધુ ૩.પ૦ઈંચ, તળાજામાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. હજી આગામી ર નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.