વાહનના VIN અને ચેસીસ નંબર ફાસ્ટટેગમાં લિંક કરવા પડશે
વાહનની આરસી બુક પણ હવે અપલોડ કરવાની રહેશે -ફાસ્ટટેગ કેવાયસી પછી હવે કેવાયવી વાહન માલિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે
(એજન્સી)નવીદિલ્હી, સરકારે હવે એક નવો નિયમ લાગુ કર્યો છેકે કેવાયવી આ નવી પ્રક્રિયા કોઈપણ વ્યકિત માટે ફરજીયાત છે. જેની પાસે વાહન અને ફાસ્ટટેગ છે. તેમણે આ પ્રક્રિયામાંથી અનિવાર્યપણે પસાર થવું પડશે. તેનો હેતુ ફાસ્ટટેગ સિસ્ટમને સુરક્ષીત બનવવાનો છે.
જોકે, તે લોકો માટે બીજી મુશ્કેલી બની ગઈ છે, ૧ નવેમ્બરે ર૦ર૪ થી પણ ફાસ્ટટેગ યોગ્ય વાહન સાથે જોડાયેલા છે. તેની ખાતરી કરવા માટે તમારે હવે તમારા વાહનનો ફોટો અને તમારા નોધણી પ્રમાણપત્ર આરસી અપલોડ કરવાની જરૂર પડશે. આ પહેલ એનઆરએઆઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
અને એનપીસીઆઈ દ્વારા લાગુ કરવામાં આવી હતી. આ નિયમ પાછળનું કારણ એ છેકે ઘણા કિસ્સાઓમાં ફાસ્ટટેગ નો દુરુપયોગ કરીને ઓછો ટોલ ટેક્ષ ચુકવે છે. સરકારનું કહેવું છેકે કેવાયવી આવા દુરુપયોગને રોકવામાં મદદ કરશે.
કેવાયવી કેવી રીતે કરવું ઃ કેવાયવી પ્રક્રિયામાં દરેક ફાસ્ટટેગને તેના વાહન નોધણી નંબર વીઆઈએન અને ચેસીસ નંબર સાથે લિંક કરવાની જરૂર છે. તમારે તમારા વાહનનો આગળનો ફોટો લેવો પડશે. જેમાં ફાસ્ટટેગ અને નંબર પ્લેટ સ્પષ્ટપણે દેખાય.
તમારે વાહનના એકસેલ વ્હીલ સ્પષ્ટપણે દેખાય તેવી સાઈડ ફોટો પણ લેવો પડશે. પછી બેક અથવા ફાસ્ટટેગ જારી કરનાર કંપની વાહન ડેટાબેઝ સાથે આ વિગતોની ચકાસણી કરશે. જો કે વાયવી કરવામાં ન આવે. તો ફાસ્ટટેગ આપમેળે નિષ્ક્રિય થઈ જશે.
