20 લાખમાં ફલેટ આપવાનું કહી એજન્ટે રૂ. ૬.૧૦ લાખ પડાવ્યા
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રોજે રોજ જરૂરીયાતમંદ લોકો ઠગાઈનો ભોગ બની રહયા છે. ત્યારે વેજલપુરમાં રહેતા અને પેટ્રોલ પંપ પર કામ કરતા આધેડને મળી ગયેલા રિઅલ એસ્ઠેટ એજન્ટે માત્ર ર૦ લાખમાં જ એક ફલેટ આપવાની વાત કરીહતી.અને સસ્તામાં ફલેટ આપવાની લાલચ આપી તેની પાસેથી ૬.૧૦ લાખ પડાવી લીધા હતા. જે અંગે ભોગ બનનાર આધેડે આનંદનગર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી છે.
વેજલપુરમાં રહેતા કલ્યાણકારી ગોસ્વામી પેટ્રોલપંપ પર નોકરીકરે છે. તેમને પોતાનું મકાન ખરીદવાનું હતું. તેથી તેમણે પોતાના ઓળખીતા ગોવિદભાઈ સાથે આ અંગે વાત કરી હતી. ગોવિંદભાઈએ તેમનો સંપર્ક પ્રવીણ રાવલ નામના વ્યકિત સાથે કરાવ્યો હતો. જે વંશ રીયલ એસ્ટેટ નામની એજન્સ ચલાવતો હતો અને વેજલપુરમાં તેની ઓફીસ હતી.
કલ્યાણભાઈ પ્રવીણની ઓફીસે જઈ વન બીએચકે ફલેટ લેવાની વાતચીત કરી હતી. પ્રવીણે વેજલપુરની શિવાલય સોસાયટીમાં ર૦ લાખ રૂપિયામાં ફલેટ આપવાનું કહયું હતું. બાદમાં કલ્યાણભાઈ અને તેમના પરીવારજનો સ્થળ પર જઈ ફલેટ થયો હતો. અને તે પસંદ પણ કર્યો હતો. પ્રવીણે શરૂઆતમાં એક લાખ રૂપિયા ટોકન તરીકે લીધા હતા.
બાદમાં કલ્યાણભાઈએ તેમના દીકરાના ખાતામાંથી રૂ.૭પ,૦૦ પ્રવીણના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પ્રવીણે અલગ અલગ બહાનામાં એક લાખ ત્રણ લાખ અને ૩પ,૦૦૦ એમ કુલ ૬.૧૦ લાખ લીધા હતા. છતાં પણ તેણે ફલેટ આપ્યો ન હતો. કલ્યાણભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રવીણે અન્ય ચારથી પાંચ લોકોને પણ આવજ રીતે ફલેટ આપવાના બહાને રૂપિયા પડાવ્યા હતા.
