ભારત અને અમેરિકા વચ્ચે ૧૦ વર્ષનો નવો સરંક્ષણ કરાર
ભારત સાથે આવો કરાર પહેલાં ક્યારેય થયો ન હતો
આ કરાર ઇન્ડો-પેસિફિકમાં ઊંડા લશ્કરી સહયોગ, ક્ષમતા નિર્માણ અને સંયુક્ત પહેલ માટે દાયકા લાંબી રોડમેપ રજૂ કરે છે
નવી દિલ્હી,ભારત અને અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થયા છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે આ કરારની જાહેરાત કરી હતી. આ કરારમાં બંને દેશો એકબીજા સાથે માહિતી શેર કરશે. આ કરારમાં તકનીકી સહાય પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.
યુએસ સંરક્ષણ સોદા બાદ, રાજનાથ સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમણે તેને એક નવા યુગની શરૂઆત તરીકે વર્ણવ્યું હતું. તેમણે જણાવ્યું કે,’આ સંરક્ષણ સોદાનો રોડમેપ ભારત-યુએસ સંરક્ષણ સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમને નીતિ દિશા પ્રદાન કરશે. આ આપણા વધતા વ્યૂહાત્મક સમન્વયનો સંકેત છે.સંરક્ષણ સોદા પર પીટ હેગસેથે કહ્યું કે, આ પ્રકારનો કરાર પહેલાં ક્યારેય થયો નથી. અમે ૧૦ વર્ષ માટે સરંક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ નિર્ણય બંને દેશો વચ્ચે સંકલન બનાવવાનો પ્રયાસ છે.
સંરક્ષણ સોદાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્થિરતા જાળવવા, લશ્કરી સંકલનને વધુ ગાઢ બનાવવા અને સંરક્ષણ ટેકનોલોજી સહયોગ વધારવાનો છે.યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેના સંરક્ષણ કરારની સીધી અસર ઇન્ડો-પેસિફિક પર પડી શકે છે. આ કરાર ઇન્ડો-પેસિફિકમાં ઊંડા લશ્કરી સહયોગ, ક્ષમતા નિર્માણ અને સંયુક્ત પહેલ માટે દાયકા લાંબી રોડમેપ રજૂ કરે છે.ss1
