Western Times News

Gujarati News

કલ્કિ એડી ૨૮૯૮ની ક્રેડિટમાંથી દૂર કરાયેલું દીપિકાનું નામ ફરી મૂકાયું

એન્ડ ક્રેડિટનો વિડીયો વાયરલ થયો

તાજેતરમાં ઈન્ટરનેટ પર ઓટીટી પર ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની એન્ડ ક્રેડિટસનો વિડીયો વાયરલ કરાયો હતો

મુંબઈ,દીપિકા પદુકોણને ‘કલ્કિ ૨૮૯૮ એડી’ના બીજા ભાગમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હવે આ મૂળ ફિલ્મની ક્રેડિટ લાઈનમાંથી પણ તેનું નામ ઉડાડી દેવામાં આવ્યું હતું. ફિલ્મ સર્જકોનાં આ પગલાંથી દીપિકાના ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે ઓનલાઈન પસ્તાળ પાડતાં આખરે દીપિકાનું નામ ફરી ઉમેરાયું હતું. ફિલ્મ નિર્માતાઓએ થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે દીપિકા ‘કલ્કિ ૨૮૯૮ એડી’ ભાગ બેમાં કામ કરી રહી નથી. અહેવાલો અનુસાર દીપિકા બીજા ભાગનાં કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ પહેલા ભાગનાં શૂટિંગ વખતે જ કરી ચૂકી હતી.

તે પોતે આ ફિલ્મ માટે અનિવાર્ય હોવાનું માનતી હતી. આથી તેણે અનેકગણી ફી માગી હતી અને મર્યાદિત કલાકો માટે જ કામ કરશે તેવી શરત પણ મૂકી હતી. દરમિયાન તાજેતરમાં ઈન્ટરનેટ પર ઓટીટી પર ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની એન્ડ ક્રેડિટસનો વિડીયો વાયરલ કરાયો હતો. તેમાં દીપિકાનું નામ ઉડાડી દેવાયેલું જણાતાં અસંખ્ય ચાહકોએ સર્જકોનાં આ પગલાંને અનૈતિક અને બિનપ્રોફેશનલ ગણાવી તેને વખોડી કાઢ્યું હતું. દરમિયાન, નવી માહિતી મુજબ કેટલાક ચાહકોએ નોંધ્યું હતું કે ભારે વિરોધ બાદ સર્જકોએ ફરી દીપિકાનું નામ મૂકી દીધું છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.